હરિયાણામાં થોડા દિવસ અગાઉ એક 23 વર્ષીય યુવતીની ગોળી મારી હત્યા થઈ કરાયેલી બોડી મળી હતી. જેમાં હરિયાણાના ત્યારે બાદ બીજા ત્રીજા દિવસે રાજસ્થાનમાં એક ટેક્સી ડ્રાઈવરની પણ હત્યા કરવામાં આવી હતી, તેમ જે હરિયાણામાં યુવતીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, હરિયાણામાં ચકચાર મચી હતી. જેથી છેલ્લા 10 દિવસથી હરિયાણા પોલીસ આરોપીને પકડવા સતત દોડી રહી હતી. સરથાણા વિસ્તારમાં એક બોડી બિલ્ડર ઈસમ નવી ઇનોવા કાર દિલ્લી પારસિંગની લઈ વેચવા માટે આવ્યો હતો. જે કાર 17 લાખની અનેં 9 લાખમાં કાર વેચવા માટે તૈયાર થતા ગેરેજ માલિકને શંકા જતા તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ ઇસમની અટકાયત કરી અને પૂછપરછ કરતા આખો મામલો બહાર આવ્યો હતો.
હરિયાણા-રાજસ્થાનમાં બે હત્યા કરી ફરાર આરોપી સુરતમાં કાર વેચવા આવતા ઝડપાયો - surat news
સુરત: હરિયાણા અને રાજસ્થાનમાં બે હત્યા કરી ફરાર આરોપી સુરતમાં ઇનોવા કાર વેચાવ માટે આવતા કાર ગેરજ માલિકે તાત્કાલિક શંકા જતા પોલીસને જાણ કરતા આખો મામલો બહાર આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા બે હત્યા કરી હોવાની કબૂલાત કરતા હરિયાણા પોલીસે અને રાજસ્થાન પોલીસ તાત્કાલિક સુરત દોડી આવી હાલમાં આરોપીનો કબ્જે હરિયાણા પોલીસે મેળવી વધુ તપાસ શરૂ કરી હતી.
હેમંત લાંબા જે મૂળ દિલ્લીનો રહેવાસી અનેં જીમ ચલાવે છે. જેને પોતાની ગલફ્રેન્ડ સાથે કોઈ બબાલ થતા દિલ્લીમાં તેની ગલફ્રેન્ડની હત્યા કરી તેનો ંમૃતદેહ હરિયાણામાં નાખી દીધો હતો. બાદમાં ત્યાંથી આરોપી યુવતીના ફોનથી એક કેપ ટેક્સી પર એક કાર બુક કરાવી ત્યારે તેને શક ગયો કે, પોલીસ ટેક્ષીના આધારે તેની ધરપકડ કરી લેશે, જેથી ઝનૂની મગજ ધરાવતો આ હેમતે ટેક્સી ડ્રાઈવરની પણ હત્યા કરી આ ઇનોવા કાર લઈને ફરાર થઇ ગયો હતો. સુરતમાં આ કાર વેચવા માટે આવતા આખો મામલો બહાર આવ્યો હતો. જેથી તાત્કાલિક સરથાણા પોલીસે હેમંતની અટકાયત કરી વધુ તપાસ હાથધરી બાદમાં ત્યારે હરિયાણા પોલીસ તાત્કાલિક સુરત આવી પહોંચી અને બાદમાં રાજસ્થાન પોલીસની ટિમ પણ દોડી આવી હતી. સુરત પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી હરિયાણા પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથધરી છે.