સુરતમાં શ્રમજીવી પરિવારના તેર વર્ષીય દાનીસ અસગરઅલી નામના બાળકનું ડેન્ગ્યુ કારણે મોત થયું છે. બે દિવસ અગાઉ દાનીસનો ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી તને ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. જેથી પરિવારમાં ઘેરા આઘાતની લાગણી છવાઈ છે.
સુરતમાં શ્રમજીવી પરિવારના બાળકનો ડેન્ગ્યુએ લીધો ભોગ
સુરત: આરોગ્ય વિભાગ વકરતા રોગચાળા સામે લાચાર જોવા મળી રહ્યું છે. સુરતમાં ગરીબ શ્રમજીવી પરિવારના 13 વર્ષીય માસૂમ બાળકનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. જીવલેણ સાબિત થયેલાં આ રોગના કારણે પરિવારનો દીપક બૂઝાતાં પરીવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
સુરત
આમ, સુરત ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ રોગચાળા સામે લાચાર જોવા મળી રહ્યું છે.