સુરત : નવસારીના સાંસદ સી.આર.પાટીલની ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે આ વરણી બાદ તેઓ સુરત પરત આવી રહ્યા છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીને પોલીસે મંજૂરી પણ આપી દીધી છે. જેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સુરતમાં કલમ 144 લાગુ કરાઈ છે.
નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખના પોસ્ટર પર કાળી શાહી લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો - સી.આર પાટીલ
કોરોનાના કહેરને લઈને એક તરફ સુરતમાં કલમ 144 લાગુ કરાઈ છે, ત્યારે સુરતમાં નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર સુરત આવી રહ્યા છે. જેને લઈને તેમના સ્વાગતમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીને સુરત પોલીસે પરવાનગી પણ આપી દીધી છે, પરંતુ આ બધા વચ્ચે પાટીલના સ્વાગતને લઈને ઢેર ઢેર પોસ્ટ લગાવવામાં આવ્યા હતા. જોકે આ પોસ્ટર પર કાળી શાહી લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જ્યારે આ બેનર પરના ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલના ચહેરા પર શાહી ન લગાવવામાં આવતા સુરતમાં રાજનીતિ ચરમસીમાં પર જોવા મળી રહી છે.
![નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખના પોસ્ટર પર કાળી શાહી લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો ભાજપ પ્રદેશ પ્રમુખના પોસ્ટર પર કાળી શાહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8155196-356-8155196-1595586109901.jpg)
ત્યારે આ રેલીને મંજૂરી કેમ મળી તે પણ લોકો સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ સુરતમાં આ રેલીને લઈને રાજનીતિ પણ ચરમસીમા પર જોવા મળી રહી છે . પાટીલના સ્વાગતને લઈને ઢેર ઢેર બેનર લગાવવામાં આવ્યા હતા આ બેનર પર રાત્રી દરમિયાન કેટલાક ઈસમો દ્વારા વડાપ્રધાન, મુખ્યપ્રધાન, સી.આર પાટીલ સહિતના ભાજપના નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાવવામાં આવી છે. જેથી વિરોધ ઉઠી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
જ્યારે આ બેનર પરના ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલના ચહેરા પર શાહી ન લગાવવામાં આવતા સુરતમાં રાજનીતિ ચરમસીમાં પર જોવા મળી રહી છે.
આ ઉપરાંત બેનરમાંથી આરોગ્યપ્રધાનને ગાયબ કરી દેવતા પણ ચર્ચાઓ અને અટકળોનો દોર શરુ થયો છે. આરોગ્યપ્રધાન કુમાર કાનાણીને બેનરમાં સ્થાન મળ્યું ન હતું પરંતુ અહી એક વાત તો ચોક્કસ છે કે, એક તરફ તંત્ર કોરોનાની મહામારીને લઈને ચિતામાં મુકાયું છે. ત્યારે આ બધા વચ્ચે આ રેલી કેટલી યોગ્ય છે ?