ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના અપડેટઃ દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત અને સુરક્ષિત જિલ્લાની માહિતી, વાંચો આ આ અહેવાલ - latest news of corona virus

ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે, ત્યારે રાજ્યમાં દમણ દાદરા નગર હવેલી જેવા વિસ્તાર છે. જે હજુ સુધી કોરોના કહેરથી સુરક્ષિત છે. તો કેટલાંક જિલ્લામાં કોરોના વાઈરસના ભરડામાં આવતા લોકો મોતના ભયમાં જીવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાની આવી રસપ્રદ માહિતી વાંચો આ વિશેષ અહેવાલમાં....

southern Gujarat
southern Gujarat

By

Published : Apr 21, 2020, 4:20 PM IST

Updated : Apr 26, 2020, 4:19 PM IST

સુરતઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી લોકડાઉનનમાં વધારો કરાયો હતો. છતાં કોરોના કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી, ત્યારે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે. તો કેટલાંક એવા પણ જિલ્લામાં જ્યાં કોરોના કહેરથી સુરક્ષિત છે.

લોકડાઉનમાં દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓની ટૂંકી માહિતી...


નવસારી
કોરોનાથી અત્યાર સુધી છેટા રહેલા નવસારી જિલ્લામાં લોક ડાઉનના 28માં દિવસે કોરોનાએ પગલા પાડ્યા છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના માછીમારનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી કોરોનાના કહેરથી દૂર રહેલા નવસારીનું મુખ્ય કારણ લોકોની જાગરૂકતા સાથે આરોગ્ય વિભાગની સતત ચકાસણી અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના 100 પોઈન્ટો પર બંદોબસ્ત, નાકાબંધી સાથે જ લોકડાઉનનું ચુસ્તતાથી પાલન કરાવવાને કારણે નવસારી કોરોનાથી બચી શક્યો છે.

ખાસ કરીને નવસારી જિલ્લાનો કાંઠા વિસ્તાર એનઆરઆઈ માટે જાણીતો છે, જેની અંદાજિત 15 ટકા વસ્તી યુકે, કેનેડા, અમેરિકા સહિત ખાડી દેશોમાં રોજગાર અર્થે સ્થાઈ થઇ છે. જેઓ ડિસેમ્બરથી માર્ચ દરમિયાન નવસારીમાં આવતા હોય છે. કોરોનાના કારણે લોકડાઉન જાહેર થયા બાદ વિદેશથી આવેલા 1292 લોકોને 14 દિવસ હોમ કોરોન્ટાઇન કરવા કરી આરોગ્યની ટીમ દ્વારા સતત તેમની આરોગ્ય તપાસ, તેમજ ધ્યાન પણ આપવામાં આવ્યુ હતું. આ સાથે જ નવસારી જિલ્લામાં મુંબઈ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠેથી માછીમારી કરવા ગયેલા હજારો માછીમારો પણ લોકડાઉન દરમિયાન નવસારીના નવસારીના ધોલાઈ બંદર, મેંધર-ભાટ, ઓન્જલ માછીવાડના કાંઠે આવતા તેમની આરોગ્ય તપાસ કરી તેમને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યાં હતાં.

દક્ષિણ ગુજરાતમાં કોરોનાથી અસરગ્રસ્ત અને સુરક્ષિત જિલ્લાની માહિતી
લોકડાઉનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
દક્ષિણ ગુજરાતમાં કોરોનાથી અસરગ્રસ્ત અને સુરક્ષિત જિલ્લાની માહિતી
દક્ષિણ ગુજરાતમાં કોરોનાથી અસરગ્રસ્ત અને સુરક્ષિત જિલ્લાની માહિતી

નવસારી જિલ્લો મુંબઈ સાથે પણ વધુ જોડાયેલો છે. અહીથી ઘણા લોકો નોકરી કે વેપાર-ઉદ્યોગ માટે મુંબઈ અપ ડાઉન પણ કરતા હોય છે. મુંબઈ આવન-જાવન માટે રેલ્વે સહિત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈ-વે નં. 48 અને નેશનલ હાઈ-વે નં. 6 ની સુવિધા પણ ઉપલબ્ધ છે. પણ તંત્રની તકેદારીના કારણે અત્યારસુધી અહીં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો નથી.

તાપી
આદિવાસી વિસ્તાર તરીકે જણાતો તાપી જિલ્લો અત્યારસુધી કોરોનાથી દૂર હતો, પરંતુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. માયપુર ગામની મહિલાનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા બુટલેગર છે. જેથી તંત્ર નો જીવ અધ્ધર થયો છે. અહીં લોકો પોતે સોશિયલ ડિસ્ટનસિંગ રાખે છે. તાપી જિલ્લા મહારાષ્ટ્રથી અડીને આવેલો છે. જનરલ હોસ્પિટલને 100 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં તબદીલ કરવા સાથે, વ્યારાની કાલિદાસ હોસ્પિટલ ખાતે પણ કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવી છે. અંતરિયાળ ગામોમાં સતત આરોગ્ય વિભાગના અધિકારીઓ આરોગ્યલક્ષી તપાસ કરી રહ્યાં છે. સમયસર લોકડાઉનના કારણે અત્યારસુધી આ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નહિવત છે.


ડાંગ
ડાંગ જિલ્લામાં 100 ટકા આદિવાસીઓની વસતી ધરાવતા વિસ્તારમાં 2.3 લાખની માનવ વસ્તી છે. અહીં અત્યાર સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી. ભારતમાં કોરોનાનો પગપેસારો જોવા મળતા તાત્કાલિક ધોરણે આહવા સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી આહવા સિવિલ હોસ્પિટલમાં 90 બેડની COVID-19 હોસ્પિટલ બનાવવામા આવી હતી.

વધઇ, સુબીર, શામગહાન ની સી.એચ.સી હોસ્પિટલમાં પાંચ-પાંચ બેડના કોવિડ કેર સેન્ટર કાર્યકત છે, જ્યારે આયુર્વેદિક હોસ્પિટલમાં 20 બેડના કોવિડ કેર સેન્ટરની કાર્યવાહી ચાલુ છે. ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગે અત્યાર સુધી 30,192 લોકોની તપાસણી કરી છે. લોકડાઉન વખતે પાછા ફરેલ લોકોની આરોગ્ય વિભાગે તપાસણી કર્યા બાદ જ જિલ્લામાં એન્ટ્રી આપવામાં આવી હતી. શરૂઆતથી જ આ લોકોના ઘરો દૂર-દૂર પહાડો પર જોવા મળે છે. કોઇને પણ જ્યારે પહેલીવાર મળે ત્યારે બે હાથ જોડીને રામ રામ શબ્દથી આવકારે છે. હાથ મિલાવવું કે ભેટવું આ લોકનો રિવાજ નથી, રામ રામ શબ્દ આવકાર અથવા નમસ્તે કરવા માટે થાય છે. અહીંના લોકો લોકગીત ગાવી પણ ગામના લોકોને જાગૃત કરે છે.

વલસાડ

અહીં અત્યાર સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહોતો, પરંતુ અચાનક જ આટલા દિવસ બાદ બે કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતા તંત્રનો જીવ અધ્ધર થયો છે. જ્યારે એક અન્ય દર્દીનું મોત થયું છે.વલસાડ જિલ્લો ગુજરાતનો મહારાષ્ટ્ર રાજ્યને અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણની સરહદને જોડતો છેવાડાનો જિલ્લો છે. હાલ મહારાષ્ટ્ર માં કોરોના ની દહેશત શું છે આખો દેશ જાણે છે. વલસાડ જિલ્લામાં અંદાજિત 17 લાખની વસ્તી છે. જેમાં વાપી અને ઉમરગામ તાલુકો ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા તાલુકા છે. આ બન્ને તાલુકાની અંદાજિત વસ્તી 6 લાખ આસપાસ છે અને વાપી તેમજ સરીગામ, ઉમરગામ એમ ત્રણ GIDC આવેલી છે.

સંઘ પ્રદેશ દમણ
દાદરા નગર હવેલી દમણમાં એકપણ કોરોના પોઝિટિવ નથી. દાદરા નગર હવેલીમાં નરોલીમાંથી એક વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, પરંતુ તે હાલ સ્વસ્થ છે અને તેનો હાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વલસાડ જિલ્લામાં વહીવટીતંત્રની કાબિલે તારીફ કામગીરીને કારણે આ જિલ્લો હજુ સુધી કોરોના મુક્ત જિલ્લો રહ્યો છે. જિલ્લામાં 5 લાખ જેટલા લોકોની આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટૂ ડોર ચકાસણી કરવામાં આવી છે. જિલ્લામાં વલસાડ સિવિલ હોસ્પિટલ ઉપરાંત વાપીમાં ત્રણ હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 4 બેડથી લઈને 100 બેડ સુધીની સુવિધા ઉપલબ્ધ છે.

વાપીમાં અત્યાર સુધીમાં અંદાજિત 250 જેટલા લોકોને કોરોન્ટાઇન કરી તેમના રિપોર્ટ સુરત મોકલવામાં આવ્યા છે. જે તમામ નેગેટિવ આવ્યા છે. 3 રિપોર્ટ પેન્ડિંગ છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વિનોબા ભાવે હોસ્પિટલ સહિત ચાર જેટલા સ્થળો પર આઇશોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. દાદરા નગર હવેલીમાં 58 લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. તમામનો રિપોર્ટ નેગેટિવ છે. દમણમાં 83 લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે.

સુરતશરૂઆત ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં અત્યાર સુધી 300થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. અહીં 2012નું જુદા જુદા બે સ્થળો પર આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. તેમ છતાં ડિસ્ચાર્જ ગયેલા દર્દીઓ કરતાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા વધારે છે. અહીં દસ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે તો તેની સામે બાર દર્દીઓ મોતના ખપ્પરમાં હોમાયા છે.

મનપા દ્વારા અહીં તમામ દર્દીઓ પર નજર રાખવામાં આવે છે. ટ્રેકિંગ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ સાથે તમામ દર્દીઓ ઉપર બાજ નજર રાખતા હોય છે. અહીં કમિટી ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલની સાથે સ્મીમેર હોસ્પિટલમાં પણ ટેસ્ટીંગ લેબ શરૂ કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક વિસ્તારમાં સતત કેસો વધી રહ્યાં છે. જેની પાછળ કરણ છે કે તંત્ર કોરોના ટેસ્ટિંગ યુદ્ધના ધોરણે કરી રહી છે. શહેરમાં કોરોનાનો વધતો અજગરી ભરડામાં હોમાઈ રહ્યું છે. છેલ્લા 36 કલાકમાં શહેરમાં કોરોનાથી 5ના મોત થયા છે. ગઈકાલે ત્રણના મોત નિપજ્યા બાદ આજે વધુ 2ના મોતથી શહેરમાં ફફડાટ મચ્યો છે. હજુ પણ જો શહેરીજનો નહીં સુધરે તો ગંભીર પરિણામોનો પ્રારંભ થઈ શકે એવી શક્યતા સેવાઇ રહી છે.

Last Updated : Apr 26, 2020, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details