કેન્દ્રિય પ્રધાને કરાવ્યો પ્રારંભ ભાવનગરભારતીય ડાકસેવા એ વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે. ત્યારે હવે ભારતીય ડાકે દરિયાઈ પોસ્ટ સેવાની શરૂઆત કરી છે, જેનો પ્રારંભ ભાવનગરથી કરવામાં આવ્યો છે. એટલે હવેથી દરિયાઈ માર્ગે ખૂબ જ ઓછા સમયમાં પાર્સલો સુરતથી અમરેલી, ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં મોકલી શકાશે.
આ પણ વાંચોજૂનાગઢના એક એવા સંગ્રહકર્તા, જેમણે તિજોરીમાં ઘરેણાં નહીં પણ રાજા રજવાડાના સમયની ટપાલ ટિકીટ સાચવી રાખી છે
રોરો ફેરી મારફતે સેવાનો પ્રારંભ આજથી (શુક્રવાર) સુરતના હજીરાથી રોરો ફેરી મારફતે તરંગ પોસ્ટ ડાક વાહન સેવાની આજથી શરૂઆત થઈ છે. આ દેશની સૌ પ્રથમ દરિયા પોસ્ટ સેવા છે. કેન્દ્રિય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એટલે હવે પોસ્ટ વિભાગ હવે દરિયાઈ માર્ગથી લોકોને ટપાલ અને પાર્સલ પહોંચાડશે. સુરતથી ભાવનગર ટપાલ કે પાર્સલ પહોંચાડવા 32 કલાકનો સમય લાગતો હોય છે. ત્યારે હવે હવે તરંગ પોસ્ટ સેવાથી આ સમય 7 કલાકનો થઈ જશે.
આ પણ વાંચોવડોદરામાં રાષ્ટ્રીય ડાક સપ્તાહ હેઠળ વિત્તિય સશક્તિકરણ દિવસની ઉજવણી, પોસ્ટની સ્મોલ સેવિંગ એકાઉન્ટ સ્કીમોની જાણકારી મેળવો
માત્ર 7 કલાકમાં મળી જશે પાર્સલ ભારતીય ટપાલ વિભાગ દ્વારા દરિયાઈ માર્ગે ટપાલ તેમ જ અલગ અલગ પાર્સલો મોકલવાનો નવો પ્રયોગ સુરતના હજીરાથી શરૂ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સેવાને તરંગ પોસ્ટ નામ આપવામાં આવ્યું છે અને હજીરાથી ભાવનગર વચ્ચે દરિયાઈ માર્ગે ટપાલ તેમજ પાર્સલોનું તરંગ પોસ્ટના માધ્યમથી પરિવહન થશે. રોરો ફેરી સર્વિસનીની સાથે તરંગ પોસ્ટ સેવા કાર્યરત્ થઈ હોવાના કારણે જે ટપાલ અને પાર્સલ સુરતથી ભાવનગર પહોંચવામાં 32 કલાક લાગતો હતો તે હવે માત્ર 7 કલાકમાં પહોંચી શકશે.
મેલ મોટર સર્વિસ વાહન દ્વારા લઈ જવાશેમહત્વની વાત છે કે, તરંગ પોસ્ટ સર્વિસ અંતર્ગત સુરત રેલ પોસ્ટલ સર્વિસ ઑફિસથી હજીરા સુધી ટપાલ તેમ જ પાર્સલો પોસ્ટ વિભાગના મેલ મોટર સર્વિસ વાહન દ્વારા લઈ જવામાં આવશે. ત્યારબાદ આ ટપાલ અને પાર્સલ રોરો ફેરીમાં મૂકી તેને ઘોઘામાં લઈ જવામાં આવશે. ત્યાંથી અન્ય વાહન ઘોઘાથી ભાવનગર રેલ પોસ્ટલ સર્વિસમાં આ ટપાલ તેમ જ પાર્સલ પહોંચાડશે. પોસ્ટ વિભાગ રેલ પરિવહન, માર્ગ પરિવહન અને હવાઈ પરિવહનની સાથે દરિયાઈ માર્ગે ટપાલ તેમજ પાર્સલનું પરિવહન કરવામાં પણ આગળ આવ્યો છે.
આજથી જળ મારફતે ટપાલ મોકલવાનો શુભારંભરાજ્યના નાગરિકો સુધી ઓછામાં ઓછા સમયની અંદર ટપાલ મોકલાવવા માટે ભારતીય પોસ્ટ વિભાગ રેલ અને હવાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યું હતું. ખાસ કરીને અન્ય રાજ્યોની અને વિદેશની પોસ્ટ હવાઈ માર્ગે મોકલાવવામાં આવે છે. જ્યારે આંતરરાજ્યની પોસ્ટ રેલ અથવા બાય રોડ મોકલાઈ છે. હવાઈ, જમીન અને રેલ મારફતે ટપાલ મોકલાવ્યા બાદ હવે ભારતીય પોસ્ટલ વિભાગ આજથી જળ મારફતે ટપાલ મોકલવાનો શુભારંભ કરવામાં આવ્યો. કેન્દ્રિય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણ અને સુરતના ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈના હસ્તે આ તરંગ પોસ્ટનો શુભારંભ કરાયો હતો, જેમાં સુરત, વલસાડ, અમરેલી, ભાવનગરતી 15 ટન ટપાલ મોકલી શકાશે.
15 ટન ટપાલ દરિયાઈ માર્ગે મોકલી દેવાઈદરિયાઈ માર્ગે ટપાલ મોકલાવવાની સેવાનો સત્તાવાર રીતે આરંભ કરતા પહેલા પોસ્ટ વિભાગ દ્વારા 12મી ડિસેમ્બર 2022થી ટ્રાયલના ભાગરૂપે પોસ્ટ મોકલાવવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 12મી ડિસેમ્બરથી હજીરા-ઘોઘા ફેરીમાં 60 કિલોમીટર દરિયાઈ માર્ગે ટપાલ મોકલાવાઈ હતી. પ્રાયોગિક ધોરણે સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ વિસ્તારની ટપાલ મોકલવામાં આવી છે. તેમ જ અત્યાર સુધીમાં અંદાજિત 15 ટન ટપાલ દરિયાઈ માર્ગે મોકલી દેવામાં આવી છે ત્યારે આજ રોજ કેન્દ્રિય પ્રધાન અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં હવે સત્તાવાર આ સેવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.