ગુજરાત

gujarat

ETV Bharat / state

દુનિયાના સૌથી મોટા ન્યૂક્લીઅર ફ્યુઝન રિએક્ટરના ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ ભારતીય કમ્પનીએ કર્યું - Make in India

મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ સૌથી મોટા સેક્શન 1250 એમટીના ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ ભારતીય કમ્પની L&T દ્વારા કરવામાં આવશે.

દુનિયાના સૌથી મોટા ન્યૂક્લીઅર ફ્યુઝન રિએક્ટરના ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ ભારતીય કમ્પનીએ કર્યું
દુનિયાના સૌથી મોટા ન્યૂક્લીઅર ફ્યુઝન રિએક્ટરના ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ ભારતીય કમ્પનીએ કર્યું

By

Published : Jun 30, 2020, 12:00 AM IST

સુરત: દુનિયાના સૌથી મોટા ન્યૂક્લીઅર ફ્યુઝન રિએક્ટરના સૌથી મોટા સેક્શન 1250 એમટીના ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ ભારતીય કમ્પની L&T દ્વારા મેક ઇન ઈન્ડિયા પ્રોજેકટ હેઠળ કરવામાં આવ્યું છે. મંગળવારે છેલ્લો પાર્ટ ટોપ લિડ સેક્ટર્સ હઝીરાથી રવાના થશે.

વ્રજ K 9 ટેન્ક બનાવનારી ભારતીય કંપની L&T હેવી એન્જિનીયરિંગે સફળતાપૂર્વ ફ્રાંસમાં એક રિએક્ટર બિલ્ડિંગ માટે ક્રાયોસ્ટેટ બનાવી પરમાણુ ઊર્જાની દુનિયામાં મોટી સફળતા હાંસલ કરી છે. ત્રણ તબબકામાં તેમને તૈયાર કરવામાં આવ્યા છે. છેલ્લા તબક્કામાં છેલ્લો પાર્ટ ટોપ લિડ સેક્ટર્સ 3 જુલાઈએ આપવાનો હતો. પરંતુ સમય પહેલા આ પાર્ટ અર્પણ કરવામાં આવશે.

હજીરા ખાતે એલએન્ડટી કંપની દ્વારા ટોપ લિડ સેક્ટર્સને લીલી ઝંડી બતાવવામાં આવશે. જેમાં કંપની એમડી અને CEOSN સુબ્રમણ્યમ, L&T હેવી એન્જિનિયરિંગના હેડ અનિલ પરબ, ITER ગ્લોબલના ડાયરેકટર ડો બેનાર્ડ બિગોટ અને એટોમિક એનર્જી કમિશન ભારતના ચેરમેન કે.એન વ્યાસ સહિત આગેવાનો હાજર રહેશે.

લોકડાઉન દરમિયાન લાર્સન એન્ડ ટર્બો હેવી એન્જિનીયરિંગ કંપનીએ ક્રાયોસ્ટેટના એસેમ્બલી ટૂલ્સની ડિલિવરી કરીને દક્ષિણ ફ્રાંસમાં રિએક્ટર પિટમાં ક્રાયોસ્ટેટનું એસેમ્બલિંગ કોઈ પણ પ્રકારનાં વિક્ષેપ વિના સુનિશ્ચિત કર્યું હતું.

ક્રાયોસ્ટેટ રિએક્ટર વેક્યુમ પાત્ર અને સુપરકન્ડક્ટિંગ મેગ્નેટની આસપાસ વેક્યુમ-ટાઇટ કન્ટેઇનર ઊભું કરશે, તેમજ અતિ મોટા રેફ્રિજરેટર તરીકે કામ કરશે. દુનિયાનાં સૌથી મોટા સ્ટેઇનલેસ-સ્ટીલ, હાઈ-વેક્યુમ, પ્રેશર ચેમ્બર ક્રાયોસ્ટેટનો સૌથી મોટો અને સૌથી ભારે રિએક્ટર બેઝ ટોકામાક ઘટક રિએક્ટરનો બાકીનો હિસ્સો ધરાવશે.

આ ક્રાયોસ્ટેટનું ઉત્પાદન વર્ષ 2015થી L&T કરતી હતી. ITER ટોકામાક બિલ્ડિંગમાં આ ઇન્સ્ટોલેશન અન્ય અનુગામી કામગીરીઓ માટે મહત્ત્વપૂર્ણ છે, જેથી વર્ષ 2025ના અંત સુધીમાં શક્ય એટલી ઝડપથી પ્રથમ પ્લાઝમા માટે મિશન શરૂ થઈ શકશે.

L&Tએ માર્ચ, 2019માં ક્રાયોસ્ટેટનું લૉઅર સિલિન્ડર અને માર્ચ, 2020માં L&T હેવી એન્જિનીયરિંગ માટે આ પ્રોજેક્ટ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે – પ્રથમ - એલએન્ડટી હઝિરામાંથી તમામ સબએસેમ્બલી સેક્શનોનું ઉત્પાદન અને શિપિંગ; બે - ફ્રાંસમાં પ્રોજેક્ટ સાઇટ પર મોટી એસેમ્બલીઓમાં ક્રાયોસ્ટેટ સેક્શનનું એસેમ્બલિંગ કરવા કામચલાઉ વર્કશોપ ઊભી કરવી અને ત્રણ- ટોકામાક રિએક્ટર બિલ્ડિંગની અંદર ક્રાયોસ્ટેટનું સંકલન કરવું.

ITER પ્રથમ પ્રકારનો ભવિષ્યલક્ષી આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ છે. ક્રાયોસ્ટેટ અત્યાર સુધી બનેલું સૌથી મોટું વેક્યુમ પાત્ર છે, જેનો ડાયામીટર 29.4 મીટર, ઊંચાઈ 29 મીટર અને વજન 3,850 એમટી છે.

આ પ્રકારના જટિલ પ્રોજેક્ટની સફળતાપૂર્વક ડિલિવરી એલએન્ડટીની કાર્યશૈલીમાં વણાયેલી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર હાઈ ટેકનોલોજી એરિયામાં ભારતીય ક્ષમતા પ્રદર્શિત કરે છે આ એલએન્ડટીની ગુણવત્તાયુક્ત અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઉત્પાદન ક્ષમતાનો પુરાવો છે.

એલએન્ડટીનાં હેવી એન્જિનીયરિંગ કંપનીએ 2015માં આ કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. આ મહત્ત્વાકાંક્ષી મેગા વૈજ્ઞાનિક પ્રોજેક્ટ માટે ભારતીય ભાગીદારીની સંપૂર્ણ જવાબદારી પરમાણુ ઊર્જા વિભાગની પાંખ ITER ઇન્ડિયાની છે.

ભારત ફ્રાંસના કેડરેચમાં 20 અબજ ડોલરના ઇન્ટરનેશનલ થર્મોન્યૂક્લીઅર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITER) પ્રોગ્રામમાં ફંડ આપતા દુનિયાનાં અગ્રણી 7 દેશોમાં સામેલ છે. આ વિશ્વનાં સૌથી મોટા સંશોધન પ્રોજેક્ટ પૈકીનો એક છે, જે ફ્યુઝન પાવરની વૈજ્ઞાનિક અને ટેકનિકલ વ્યવહારિકક્ષમતા પ્રદર્શિત કરશે.

ABOUT THE AUTHOR

...view details