કેન ટેકવોનડું એકેડમીના 55 વિદ્યાર્થીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્વમાં ભારતની નામ તો રોશન કર્યું જ છે સાથે સાથે વિદ્યાર્થીઓએ આ સફળતા પાછળ પોતાના વાલીઓનો ભોગ અને કેન એકેડમીના કોચ સ્વાતી ઠાકરની શ્રેય આપ્યો હતો.
સાઉથ ઇન્ડિયન ટેકવોનડું ચેમ્પિયન શિપમાં ભારતે મેળવ્યા 28 ગોલ્ડ મેડલ
સુરતઃ સાઉથ ઇન્ડિયન ટેકવોનડું ચેમ્પિયનનું ભારતમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલીના કેન એકેડમીના 55 જેટલા વિદ્યાર્થીઓએ ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સ્પર્ધામાં 12 જેટલા દેશોએ ભાગ લીધો હતો. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર કેન એકેડમીના વિદ્યાર્થીઓએ 28 ગોલ્ડ મેડલ, 22 સિલ્વર મેડલ, 26 બૉન્ઝ મેડલ અને 4 બેસ્ટ પ્લેયરના એવોર્ડ મેળવ્યા હતા. જે વિદ્યાર્થોનું સન્માન કરવામાં આવ્યું.
3474289
દિલ્હી ખાતે યોજાયેલી એશિયન ટેકવોનડું ચેમ્પિયન શિપમાં મેડલો મેળવનાર તમામ વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના બાળકની સફળતા બદલ તેઓએ ગર્વ અનુભવ્યો હતો