ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ નેતા સંદીપ દેસાઈના અશોભનીય ફોટાઓ વાયરલ કર્યાનો મામલો, આરોપી ઉપપ્રમુખ ચાર દિવસના રિમાન્ડ પર

સુરતમાં ઓગસ્ટ 2022માં જિલ્લા ભાજપના તત્કાલીન પ્રમુખ અને હાલમાં ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈને બદનામ કરવા માટે અમુક ફોટો વાયરલ કરવામાં આવેલા. આ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાંસીયાના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

ભાજપ નેતા સંદીપ દેસાઈના અશોભનીય ફોટાઓ વાયરલ કર્યાનો મામલો, આરોપી ઉપપ્રમુખ ચાર દિવસના રિમાન્ડ પર
ભાજપ નેતા સંદીપ દેસાઈના અશોભનીય ફોટાઓ વાયરલ કર્યાનો મામલો, આરોપી ઉપપ્રમુખ ચાર દિવસના રિમાન્ડ પર

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 8:32 PM IST

ચાર દિવસના રિમાન્ડ મંજૂર

સુરત : સુરતના ચોર્યાસીના ધારાસભ્ય એવા સહકારી અગ્રણી સંદીપ દેસાઈના જૂના ફેમિલી ફોટો પૈકી સ્વિમિંગ પુલમાં મહિલા સાથેના ફોટા વાયરલ કરવાના મામલે સુરત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને માજી કારોબારી અધ્યક્ષ હિતેન્દ્રસિંહ વાંસીયાની 15 મહિના બાદ ધરપકડ બાદ સુરત ગ્રામ્ય એલસીબીએ કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં.

રિમાન્ડ લેવાના કારણો :આરોપી હિતેન્દ્રસિંહ વાંસીંયાએ ફોટા વાયરલ કર્યા હતા તે મોબાઈલ ફોન તેમજ સીમકાર્ડ રજૂ કર્યો ન હતો. તેમજ પોતાને રાજકીય લાભ લેવાનો હોય 10 મહિના સુધી કયા રોકાણ કર્યું હતું, અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેમજ સંદીપ દેસાઈને રાજકીય નુકસાન કરવા માટે જે ડિવાઈસમાંથી ફોટા લીધા હતાં તે અને સીડીઆરમાં મળેલા ભાજપના પ્રથમ હરોળના રાજકીય આગેવાનોના ફોન નંબર અંગે યોગ્ય ખુલાસા ન કર્યા હોવાનું રિમાન્ડના ગ્રાઉન્ડમાં જણાવાયું હતું.

4 દિવસના રિમાન્ડ અપાયાં :સુરત કોર્ટે બંને પક્ષની દલીલો બાદ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્વિમિંગ પુલના ફોટા મેળવવા તેમજ વાયરલ કરવામાં અન્ય કોઇની સંડોવણી પોલીસ તપાસમાં ખૂલશે કે કેમ ? તેના પર સહકારી ક્ષેત્રના અગ્રણીઓની નજર છે.

પીઆઈનું નિવેદન : સુરત ગ્રામ્ય એલસીબી પીઆઇ આર.બી ભટોળે જણાવ્યું હતું કે હાલ આ ગુનાના આરોપી હિતેન્દ્રસિંહ વાસિયા ચાર દિવસના રિમાન્ડ પર છે. અન્ય કોઈની સંડોવણી છે કે નહીં એ દિશામાં પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

શું હતો કેસ :ઓગસ્ટ 2022 માં જિલ્લા ભાજપના તત્કાલીન પ્રમુખ અને હાલમાં ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈના એક મહિલા સાથે સ્વિમિંગ પુલમાં સ્નાન કરતા કથિત ફોટો વાયરલ થયા હતાં. તે સમયે વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી રાજકારણમાં હલચલ મચી ગઇ હતી. આ મામલે સંદીપ દેસાઈએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તપાસ કરી સુરત ગ્રામ્ય LCB પોલીસે સંદીપ રામ અવતાર લોઢી, હીરેન ગુણવંત દેસાઈ અને પ્રણવ અરુણ વાંસીયા નામના શખ્સની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી.

  1. તત્કાલીન સુરત જિલ્લા ભાજપ પ્રમુખના અશોભનીય ફોટા વાયરલ કરનાર ઝડપાયો
  2. સુરત ભાજપના પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો થયો પર્દાફાશ

ABOUT THE AUTHOR

...view details