- પી.વી.એસ શર્માના નિવાસસ્થાન પર કરવામાં આવેલી આયકર વિભાગની કાર્યવાહી પૂર્ણ
- આયકર વિભાગને 2.07 કરોડની રોકડ અને જ્વેલરી મળી આવી
- મહેશ ટ્રેડિંગ નામની કંપનીમાં પણ આયકર વિભાગની તપાસ
સુરત: નોટબંધીના દિવસોમાં જ્વેલર્સ તેમજ આયકર વિભાગના અધિકારીઓ વિશે ટ્વિટ કરી CBI અને ED તપાસની માગણી કરનારા IT ના પૂર્વ અધિકારી અને શહેર ભાજપના ઉપપ્રમુખ પી.વી.એસ શર્મા નિવાસસ્થાન સહિત 13 સ્થળો પર કરવામાં આવેલી આયકર વિભાગની કાર્યવાહી પૂર્ણ થઇ છે. તપાસ દરમિયાન તમામ સ્થળોથી આયકર વિભાગને 2.07 કરોડની રોકડ અને જ્વેલરી મળી હતી.
13 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી
IT ના પૂર્વ અધિકારી પી.વી.એસ શર્મા સહિત એમના CA અડુકીયા, કૌશલ ખંડેરિયા, બિલ્ડર ધવલ શાહ, સાકેત મીડિયા સહિત કુલ 13 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જેમાં સુરતમાં 10 મુંબઈમાં 2 તેમજ થાણેમાં 1 સ્થળ સહિત કુલ 13 સ્થળો પર આયકર વિભાગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પી.વી શર્મા કુસુમ સિલિકોન નામની કંપનીમાં પ્રતિમાસ દોઢ લાખ રૂપિયાના પગાર પર કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તે ઉપરાંત તેમના ત્યાંથી જપ્ત કરાયેલા લોકરમાંથી 13 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી હતી. કૌશલના ત્યાંથી મોટાપાયે ગોલ્ડ 37 લાખની એફડી તેમજ 40 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.
પીવીએસ શર્મા વિવાદ : મહેશ ટ્રેડિંગ નામની પેઢીથી સવા બે કરોડની ખરીદી કરવામાં આવી, તપાસમાં પેઢી નથી મળી મહેશ ટ્રેડિંગ નામની પેઢીથી કરવામાં આવી સવા બે કરોડની ખરીદીપી.વી.એસ શર્માના ઉના ખાતેના 18 પ્લોટ, પર્વત પાટિયાના ફ્લેટ સહિતના દસ્તાવેજોની પણ આયકર વિભાગે તપાસ શરૂ કરી હતી. શર્માના સાથે એક મીડિયા દ્વારા જે મહેશ ટ્રેડિંગ નામની પેઢીથી સવા બે કરોડની ખરીદી કરવામાં આવી છે. ત્યાં પણ આયકર અધિકારીઓએ જઇને ખરાઇ કરી હતી. જોકે, તેવી કોઈ પેઢી મળી ન હતી. હવે આઈકર વિભાગ શર્મા જે પ્રજાપતિ કંપનીમાં ડિરેક્ટરમાં હતા તે કંપનીના તમામ ડિરેકટરોને નોટિસ મોકલી આપવાની કામગીરી શરૂ કરી છે.
મોટાભાગના પ્લોટ વેચી પણ દેવાયા : શર્માઆ સમગ્ર ઘટનાક્રમ અંગે પી.વી.એસ શર્માએ જણાવ્યું હતું કે, તેમને ત્યાં સર્ચ કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગને કોઈ રોકડ મળી નથી. કોઈ બેનામી પ્રોપર્ટી દસ્તાવેજ પણ મળ્યા નથી. ઉનાના જે પ્લોટ ની વાત કરવામાં આવે છે, તે 1996માં ખરીદવામાં આવ્યા હતા. તે પૈકીના મોટાભાગના પ્લોટ વેચી પણ દેવાયા છે.