સુરતઃ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં (Lal gate area of Surat city )આવેલ પટેલ વાડી પાસે રતિપાર્ક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 202 માંથી ગત રોજ તસ્કરોએ દરવાજો(Theft in Ratipark apartment ) તોડી કબાટમાં રહેલા 21 તોલા સોના અને 1 કિલો ચાંદી એમ કુલ 10 લાખથી વધુ કિંમતી વસ્તુઓ (Incident of theft in Surat )લઈને ફરાર થઈ ગયા હતા. મકાન મલિક જાણ થતા તેમણે મહિધરપુરા પોલીસને (Surat Mahidharpura Police )જાણ કરી હતી, મહિધરપુરા પોલીસના સલવલેન્સ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.
ચોરો ઘરમાથી 10 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા
પરિવાર સાંજે જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘરમાં ચોરી થયાની (Incident of theft in Surat )જાણ થઈ હતી. મારા મમ્મી મારા મોટાભાઈના મકાનમાંથી ત્રીજા માળેથી નીચે આવ્યા ત્યારે તેમણે દરવાજો અને ગ્રીલ ખુલી જોઈ ત્યારે તેમણે જાણ થઈ કે ઘરમાં ચોરી થઈ છે. ચોરી થયાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. ઘરના લોકોની પૂછતાછ કરવામાં આવી હતી. ઘરમાંથી 10 લાખની સોના ચાંદી સહિત ચોરી થઈ છે. ઘરમાં કોઈ ન હતું જેની તકનો લાભ લઈને ચોરો બપોરના સમય દરમિયાન લૂંટ કરી ગયા છે. પાંચ વાગ્યે ઘર ખોલ્યું ત્યારે જાણ થઈ કે ઘરમાં ચોરી થઈ છે. આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃGujarat High Cout Ask to AMC : અગાઉના અધિકારીઓ સામે પગલાં લીધા પણ હાલના અધિકારીઓ સામે ક્યાં પગલાં લઈ રહ્યા છો?
આ પણ વાંચોઃBridge Collapses in Ahmedabad: અમદાવાદમાં બોપલથી શાંતીપુરા જતો બ્રિજ થયો ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી