ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીમાં ઘન કચરા નિકાલ પ્લાન્ટનું કેબિનેટ પ્રધાન દ્વારા ઉદ્ઘાટન - સુરત ન્યૂઝ

બારડોલી નગરપાલિકા સંચાલિત નાંદિડા ડિસ્પોઝલ પ્લાન્ટ ખાતે ઘન કચરા નિકાલના પ્લાન્ટનું રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

bardoli
bardoli

By

Published : Jan 18, 2021, 12:10 PM IST

  • ઘન કચરા નિકાલ કરવામાં સરળતા રહેશે
  • પાલિકાની ડિસ્પોઝલ સાઈટ પર કાર્યરત થયો પ્લાન્ટ
  • કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે કર્યું ઉદ્ઘાટન


    બારડોલી: સ્વચ્છ ભારત અંતર્ગત બારડોલી નગરપાલિકા દ્વારા નાંદિડા ખાતે બનાવવામાં આવેલા વૈજ્ઞાનિક ઢબે કચરા નિકાલના પ્લાન્ટનું રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમાર દ્વારા રવિવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


    300 મેટ્રિક ટન કચરાનો નિકાલ થશે

    આ કાર્યક્રમ દરમિયાન ઘન કચરા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ શરૂ થવાથી દૈનિક ત્રણસો મેટ્રિક ટન કચરાનો નિકાલ થશે.
    બારડોલીમાં ઘન કચરા નિકાલ પ્લાન્ટનું કેબિનેટ પ્રધાન દ્વારા ઉદ્ઘાટન


    વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવાશે

    આ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાંથી પેવર બ્લોક, બાંકડા ઉપરાંત કમ્પોઝ ખાતર જેવી ચીજવસ્તુઓ બનાવવામાં આવશે. આમ, તેનો વેસ્ટમાંથી બેસ્ટ તરીકે ઉપયોગ થશે. આ ઉપરાંત આ પ્રોજેકટથી સ્વચ્છતા મિશનને પણ ગતિ મળશે. પ્રોજેકટમાંથી મળનારા ખાતરથી ખેડૂતોને પણ ફાયદો થશે.


    આજુબાજુના ગામોને પણ થશે ફાયદો

    આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કેબિનેટ પ્રધાને સમગ્ર પ્લાન્ટ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. અને પ્લાન્ટ કાર્યરત થતા બારડોલી નગરપાલિકા ઉપરાંત આજુબાજુના ગામોને પણ લાભ થશે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા, નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી, માજી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details