FRC સુરતના સભ્યોને વાલીઓએ તાળા ભેટમાં આપીને વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી શાળાઓ દ્વારા FRC દ્વારા નિર્ધારિત ફી કરતાં વધારે ફી લેવામાં આવે છે. છતાં FRC દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી રોષે ભરાયેલાં વાલીઓએ FRCના સભ્યોને તાળું આપી કાર્યાલય બંધ કરવાની સૂચના આપી હતી.
ધરમખ ફી વધારા સામે નિષ્ક્રિય FRCનો સુરતમાં વિરોધ
સુરત: ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ટર્મ ફી, એડમિશન ફી અને FRCના કાયદા પ્રમાણેથી વધુ વસૂલવામાં આવે છે. એટલા માટે રોષે ભરાયેલાં વાલીઓ છેલ્લા બે દિવસથી કચેરી બહાર ધરણાં પર બેઠા છે. FRCના વલણથી કંટાળી ગયેલાં વાલીઓ બુધવારના રોજ FRCના સભ્યોને ભેટમાં તાળું આપી વિરોધ નોંધાવ્યો હતો. ABVPના કાર્યકરોએ વિદ્યાર્થીઓના હિતમાં FRC કમિટીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સાથે જ દસ દિવસની અંદર ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બેફામ ફી વસૂલતી ખાનગી શાળાઓ પર લગામ કસવા રાજ્ય સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો લાવવામાં આવ્યો. તેમ છતાં વાલીઓ પાસેથી ખાનગી શાળાઓ દ્વારા ટર્મ ફી, એડમિશન ફીના નામે ધરખમ ફી વસૂલવામાં આવે છે.
આ મુદ્દે FRC માં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી રોષે ભરાયેલાં વાલીઓ છેલ્લા બે દિવસથી વાલીઓ ફી રેગ્યુલેટરી કમિટીની કચેરી બહાર માથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં ABVPના કાર્યકરો પણ જોડાયા છે. તેમણે FRC કમિટીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઉપરાંત કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.