ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ઘટનામાં દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી - gujrati news

ન્યુઝ ડેસ્કઃ સુરતમાં લાગેલી આગની ઘટનામાં 15થી વધુ બાળકોના મોત થયા છે. આ ઘટના સંદર્ભે રાહુલ ગાંધી સહિત હાર્દિક પટેલ અને નાયબ મુખ્યપ્રધાને ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી છે.

ser

By

Published : May 24, 2019, 8:04 PM IST

સુરત ઘટના સંદર્ભે હાર્દિક પટેલે દુઃખ વ્યક્ત કર્યુ

હાર્દિક પટેલે દુઃખ વ્યક્ત કર્યુ
સુરતના કોંગ્રેસના તમામ કોંગ્રેસના કાર્યકર્તા અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોને વિનંતી કરૂં છું કે તક્ષશિલા કોમ્પલેક્ષમાં લાગેલી આગની ઘટનામાં ઘાયલ લોકોના પરિવારને મદદ કરવા માટે પહોંચે. તન, મન અને ધનથી શક્ય એટલો સહકાર આપે.ગુજરાતના સુરતમાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટનામાં ટ્યુશન ક્લાસમાં ભણતાં પંદરથી વધુ બાળકોના મૃત્યુના સમાચાર સાંભળી ખૂબ દુઃખી છું. બાળકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છુ. ઘાયલ બાળકોના ત્વરીત સ્વાસ્થ્ય લાભની પ્રાર્થન કરું છું. ઓમ શાંતિ


સુરત ઘટનામાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ

રાહુલ ગાંધીએ સુરત ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું
સુરત ગુજરાતમાં બનેલી ઘટના સાંભળી ખૂબ જ દુઃખી છું.પીડિત પરિવારો પ્રત્યે હું દિલથી સંવેદના વ્યક્ત કરું છુ.ઘાયલોની ત્વરીત સ્વસ્થ્ય થવાની પ્રાર્થના કરું છુ.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સંવેદના વ્યક્ત કરી

નીતિન પટેલે સંવેદના વ્યક્ત કરી

સૂરતમાં ટયૂશન કલાસમાં આગની જે કરૂણ ઘટના બની છે અને વિદ્યાર્થીઓના દુઃખ અવસાન થયા છે.

તે ખુબ જ આઘાતજનક છે.

મૃત્યુપામનાર- ઈજાપામનાર વિદ્યાર્થીઓના પરીવારજનોને આ દુઃખની વેળાએ હું મારી સંવેદના પાઠવું છું.

ABOUT THE AUTHOR

...view details