ગુજરાત

gujarat

ETV Bharat / state

ઢોંગી ઢબૂડી માતાના સમર્થકોએ સુરતમાં કર્યો બચાવ, અનેક લોકોને પોતાની જાળમાં ફસાવતો આ ઢોંગી - સુરત

સુરતઃ હાલ રાજ્યભરમાં ઢબૂડી માતા ચર્ચાનો વિષય બની છે. બે દિવસ અગાઉ ઢબુડી માતા નામે અંધશ્રદ્ધા ફેલાવતા લોકો પર્દાફાશ થયો હતો. તેની ફરિયાદ પણ નોંધાઈ હતી, ત્યારે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. ઢબૂડી માતાને બચાવવા માટે તેમના ભક્તો રોડ પર ઊતરી આવ્યાં છે. માતાને નિર્દોષ ગણાવીને ઢબૂડી માતાના ભક્તો તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે.

ઢોંગી ઢબુડી માતાના સમર્થકો માતાનો કર્યો બચાવ

By

Published : Aug 29, 2019, 6:49 PM IST

સુરતના ડીંડોલી વિતારમાં ઢબૂડી માના સમર્થકો ગુરૂવારના રોજ માથા પર રૂમાલ બાંધી તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે. તેઓ ઢબૂડી માતા પર લગાવેલાં આરોપોને તથ્યહીન ગણાવીને તેમને ફસાવવામાં આવ્યાં હોવાનું જણાવે છે. તો બીજી તરફ ઢબૂડી માતાના અનુયાયીઓની તપાસ થઈ રહી છે, ત્યારે ઢબૂડી માતાના સમર્થકો વિરોધ કરીને તંત્રની કામગીરી સામે અડચણરૂપ બની રહ્યાં છે.

ઢોંગી ઢબુડી માતાના સમર્થકો માતાનો કર્યો બચાવ

ઉલ્લેખનીય છે, ઢબૂડી માતાના માયાજાળમાં અનેક નેતાઓ અને અધિકારીઓ પણ ફસાયાં હતા. આ ઉપરાંત અનેક સામાન્ય વર્ગના લોકો પણ આ અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે. જેના અનેક પુરાવા તંત્ર સામે આવી રહ્યાં છે. છતાં ઢોંગી માતાના સમર્થકો માતાને નિર્દોષ ગણાવીને રહ્યાં તેમનો લૂલો બચાવ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details