મૂળ રાજસ્થાનના આલોખ કેલાશચંદ્ર ભટર પર્વત ગામના પ્રમુખ અરણ્ય બિલ્ડીંગ ખાતે રહે છે. તેઓ પોતાના બાળકને હાથમાં ઊંચકી જતાં હતા. તે દરમિયાન નંંબર પ્લેટ વગરની બાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ યુવકના ગળામાં પહેરેલી રૂ.54 હજારની સોનાની ચેન સહિત પેન્ડલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતાં. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ફિલ્મી ઢબે કરી ચેન સ્નેચિંગની ઘટના CCTV કેમેરામાં કેદ
સુરત: શહેરમાં ચેન સ્નેચરો બેફામ બન્યા છે. રોજબરોજ શહેરમાં ચેન સ્નેચિંગની ઘટનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે વધુ એક ફિલ્મી ઢબે કરી ચેન સ્નેચિંગની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. લીંબાયતમાં બનેલી ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફિલ્મી ઢબે કરી ચેન સ્નેચિંગની ઘટના CCTV કેમેરામાં કેદ
ઉલ્લેખનીય છે કે,એક જ પોલીસ મથકની હદમાં છેલ્લા એક માસમાં ચેન સ્નેચિંગની આ બીજી ઘટના છે. છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષમાં જોવા મળી રહ્યાં છે.