ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતઃ પુનાગામના તબેલામાં લાગી ભીષણ આગ, ગાય-ભેંસને સુરક્ષિત - A fiery fire broke out in Pune

સુરત પુનાગામ વિસ્તારમાં આવેલા એક તબેલામાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ સ્થાનિક લોકોએ તબેલામાંથી ગાય ભેંસને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. જો કે, આગ ક્યાં કારણોસર લાગી હતી. તે જાણી શકાયું નથી.

surat
પુનાગામ વિસ્તારમાં તબેલામાં લાગી ભીષણ

By

Published : Jan 27, 2020, 2:11 PM IST

સુરતઃ શહેરના પુનાગામ તળાવ પાસે આવેલા ગાય-ભેંસના તબેલામાં એકા-એક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભાગદોડનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ તબેલામાં રહેતા પરિવારજનોએ પશુઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

પુનાગામ વિસ્તારમાં તબેલામાં લાગી ભીષણ

આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તબેલામાં મુકેલા સૂકા ઘાસને કારણે તબેલાની બાજુના મકાનમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ગાડીઓ તેમજ મોટર બ્રાઉઝરની મદદ લીધી હતી. જ્યાં કલાકોની જહેમદ બાદ ફાયરે આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગના કારણે તબેલો તથા બાજુનું મકાન આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details