ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 12 સોસાયટીની મહિલાઓ રોટલી બનાવી સેવાભાવી સંસ્થાને કરે છે અર્પણ

સુરતમાં કતારગામ વિસ્તારની બાર જેટલી સોસાયટીઓએ ઘર બેઠા પણ સેવા કરી શકાય છે. તેવો સંદેશો સુરતીઓને આપ્યો છે. માત્ર આઠ જ સોસાયટીની મહિલાઓ 10,000 જેટલી રોટલીઓ સ્વેચ્છાએ તૈયાર કરી રહી છે. જરૂરીયાત મંદોને આપે છે.

By

Published : Apr 24, 2020, 12:08 AM IST

સુરતઃ કતારગામ વિસ્તારની બાર જેટલી સોસાયટીઓએ ઘર બેઠા પણ સેવા કરી શકાય છે તેવો સંદેશો સુરતીઓને આપ્યો છે. આ સોસાયટીની મહિલાઓ રોજ પોતાના ઘરેથી જ લગભગ 10 હજાર જેટલી રોટલીઓ બનાવી રહી છે.

સુરતમાં 12 સોસાયટીની મહિલાઓ રોટલી બનાવી સેવાભાવી સંસ્થાને કરે છે અર્પણ
સોસાયટીના લોકોએ ઘરની બહાર નિકળ્યા વિના સલામત રહીને પણ સમાજ સેવા થઈ શકે છે, તેવું સાબિત કરી દીધું છે. કતારગામ અને અમરોલી રોડની મળીને કુલ બાર જેટલી સોસાયટીઓની મહિલાઓ દ્વારા રોજ રોટલી બનાવામાં આવી રહી છે.
સુરતમાં 12 સોસાયટીની મહિલાઓ રોટલી બનાવી સેવાભાવી સંસ્થાને કરે છે અર્પણ

હરિહર, નંદનવન ગોપીનાથ, જય અંબે, યમુના નગર, વાઈટ સોલીટર, સરગમ, નિલકંઠ ગૌરવ પાર્ક, નંદ નિકેતન સોસાયટીઓની મહિલાઓએ સામે ચાલીને આ જવાબદારી લીધી છે. જેથી ઘરે બેસીને પણ તેઓ આ કપરા સમયમાં જરૂરિયાતમંદોની મદદ કરી શકે અને તેમને ભોજન મળી રહે તે માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સોસાયટીના સભ્યો રોટલી એકત્ર કરીને સંવાભાવી સંસ્થાઓને પહોંચાડી રહ્યાં છે. જે માટે તેઓએ કેમ્પસ બહાર પણ નિકળવાની જરૂર પડતી નથી એટલે કે રોટલી એકત્ર કરીને યુથ ઓફ યુનાઈટેડ ગુજરાત સંસ્થાના પાસ હોલ્ડર વ્યક્તિઓને ફોન કરતા તેઓ આવીને લઈ જાય છે.

સંસ્થા દ્વારા રોટલી એકત્ર કરવામાં આવે છે અને ત્યારબાદ શાક બનાવી ખરેખર જરૂરિયાત મંદ લોકોને ભોજન આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે માત્ર આઠ જ સોસાયટીની મહિલાઓ 10,000 જેટલી રોટલીઓ સ્વેચ્છાએ તૈયાર કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details