- બિલ્ડરની ઓફીસમાંથી 90 લાખની રોકડની ચોરી
- સીસીટીવી ફૂટેજના આધારે ઈસમોની પોલીસે તપાસ શરુ કરી
- સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ તપાસમાં જોડાયો
સુરત : ન્યુ સીટીલાઈટ રોડ સ્થિત સેન્ટ થોમસ સ્કુલની બાજુમાં આવેલી બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખની રોકડની ચોરી થઇ હતી. જેમાં માસ્ક બાંધીને આવેલા બે ઈસમો 90 લાખની રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સુરતના બિલ્ડરની ઓફિસમાંથી રોકડ રકમનીચોરી
સુરતના બિલ્ડર ગોપાલ ડોકાનીયાની ઓફિસ સીટીલાઈટ રોડ પર આશીર્વાદ સ્ટ્રીટમાં આવેલી છે. તેની ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા મહેન્દ્ર હરી કિશન રાઠીએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત 11 ઓક્ટોબર ના રોજ સવારના સમયે સ્ટાફના કર્મચારીએ તેમને ફોન કરીને જાણ કરી હતી, ઓફિસના ટેબલનો ડ્રોઅર તૂટેલો હતા, અને અંદર મુકેલી ચાવી પણ ગાયબ હતી. જેથી તેઓ તાકાલીક ઓફિસ આવ્યા હતા. સેફ વોલ્ટ જોતા તેમાંથી 90 લાખની રોકડ ગાયબ હતી. જેથી તેઓ ચોકી ઉઠ્યા હતા, અને ઓફિસમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી હતી. સીસીટીવીમાં બે ઈસમો કેશિયરના ડ્રોઅર માથી અંદર રહેલી ચાવીઓ લઈ ચોરી કરી નજરે ચડ્યા હતા. બંને ઈસમોએ માસ્ક પહેરીને આવ્યા હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. આ મામલે ખટોદરા પોલીસે મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.