સુરત : તારીખ 8મી ના ગુરુવારના રોજ સવારે પાંડેસરા કૈલાશનગર ત્રણ રસ્તાથી ગાંધીકૂટીર તરફ જતા રસ્તા પરથી અજાણ્યાની શરીરે ઇજાના નિશાનો સાથે લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. ફોરેન્સિકમાં મૃતકનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ પાંડેસરા PI એન.કે. કામળીયા અને આઈ. એમ. હુદડ દ્વારા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.
સુરતમાં પત્નીએ પુત્ર અને જમાઈ સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો - ETVBharatGujarat Surat Crime Murder
પાંડેસરા કૈલાશનગર ત્રણ રસ્તાથી ગાંધીકૂટીર તરફ જતા રસ્તા પરથી અજાણ્યાની હત્યા કરાયેલી લાશનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢવામાં આવ્યો છે. પોલીસે આ બનાવમાં મરનારની પત્ની તેના પુત્ર અને જમાઈની ધરપકડ કરી છે. મૃતક કોઈ કામ ધંધો કરતો ન હતો અને વતનની જમીન વેચી તેના રૂપિયા ઉડાવવાની સાથે ઘરે પત્નીને માર મારતો હતો. પત્ની સહિત ત્રણેય એ મોબાઈલ ચાર્જીંગના કેબલથી ગળે ટુપો આપી હત્યા કરી હોવાનુ બહાર આવ્યું છે.
Published : Dec 11, 2023, 12:59 PM IST
|Updated : Dec 11, 2023, 1:56 PM IST
રાજારામ કોઈ કામ ધંધો કરતો ન હતો અને વતનની જમીન વેચી તેના રૂપિયા ઉડાવતો હતો અને ઘરે અવાર નવાર ઝઘડો કરી મારઝુડ કરતો હતો. બનાવના દિવસે પણ તે ઘરે ઝઘડો કરતો હતો તે વખતે જમાઈ રાજુ રામધારી યાદવ ઘરે આવી સમજાવતા હતા. ત્યારે રાજારામે ચપ્પુ કાઢી તેને મારવા જતા ઉર્મિલા, જમાઈ રાજુ અને દીકરો આવેશમાં આવી મોબાઈલના ચાર્જીંગના કેબલથી ગળે ટુંપો આપી હત્યા કરી લાશને બાઈક ઉપર લઈ જઈ ખાડી પુલ પાસે ફેકી આવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.- ડીસીપી વિજયસિંહ ગુર્જર
સંતોષકારક જવાબ ન મળતા પોલીસે શંકા ગઇ : તપાસ દરમિયાન મૃતકની ઓળખ પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા વિનાયક નગર સોસાયટીના રહેવાસી રાજારામ ધોલાઈ યાદ તરીકે થઈ હતી. પોલીસે મૃતક રાજારામની 36 વર્ષિય પત્ની ઉર્મિલા, સગીર દીકરો અને જમાઈ રાજુને ફોટો બતાવી ઓળખ કરાવી હતી. જાકે ત્રણેય જણાએ પુછપરછમાં સંતોષ કારક જવાબ આપતા ન હોવાથી પોલીસે શંકાના દાયરામાં લઈ ત્રણેય જણાની પોલીસ મથકમાં લાવી ઉલટ પુછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને રાજારામની પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.