ગુજરાત

gujarat

ETV Bharat / state

રક્ષાબંધન પહેલાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું, 24 દુકાનોમાંથી માવાના નમુના લીધા - રક્ષાબંધન

સુરત શહેરમાં મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ (Surat Health Department)એક્શન મોડમાં આવ્યું છે.આગમી સમયમાં રક્ષાબંધનનો પર્વ (Rakshabandhan 2022)પણ આવી રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા 24 જેટલી મીઠાઈ વિક્રેતાઓની સંસ્થાઓમાંથી માવાના નમુના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નમુના લઈને સ્થળ પર જ તપાસ પણ કરવામાં આવી હતી.

શહેરમાં રક્ષાબંધન પહેલાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ,  24 દુકાનોમાંથી માવાના નમુના લીધા
શહેરમાં રક્ષાબંધન પહેલાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ, 24 દુકાનોમાંથી માવાના નમુના લીધા

By

Published : Aug 4, 2022, 7:34 PM IST

સુરતઃ હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમજ આગમી સમયમાં રક્ષાબંધનનો પર્વ( Raksha Bandhan 2022 )પણ આવી રહ્યો છે જેને લઈને સુરત શહેરમાં મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ (Health and Food Department Raids)એક્શન મોડમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ (Surat Health Department)દ્વારા શહેરમાં 13 જેટલી ટીમ બનાવી તપાસ શરુ કરવામાં આવી છે. તેમજ 24 જેટલી સંસ્થાઓમાંથી માવાના નમુના લેવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ

આ પણ વાંચોઃઅંકલેશ્વરમાં એક બાદ એક ફાયરિંગ, ફરી અંધારામાં ફાયરિંગ કરી શખ્સ ફરાર

આરોગ્ય વિભાગની ટીમે નમુના લીધા -આગામી સમયમાં આવી રહેલા રક્ષા બંધન પર્વને લઈને મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. સુરત શહેરની અંદર દરેક ઝોનમાં 13 જેટલી ટીમ બનાવી વહેલી સવારથી જ તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 24 જેટલી મીઠાઈ વિક્રેતાઓની સંસ્થાઓમાંથી માવાના નમુના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નમુના લઈને સ્થળ પર જ તપાસ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃShravan 2022 : શ્રાવણ માસમાં કેળાના ભાવ કેવા વધી ગયાં જૂઓ

ઠેર ઠેર તપાસ કરવામાં આવી -તેમજ કોઈ જગ્યાએ બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ ફૂડ ઈન્સ્પેક્ટ હેમન ગોહિલે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે રક્ષાબંધન પર્વમાં લોકો મોટી સંખ્યામાં મીઠાઈની ખરીદી કરતા હોય છે ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ આ રીતે નમુના લઇ તપાસ કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details