સુરત અડાજણ સ્થિત પાલનપુર પાટિયા નજીક આવેલ કર્મ-પૂજા એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશભાઈ નવીનચંદ્ર ટેલર પોતાના પરિવાર સાથે રહે છે. નિલેશભાઈ અને તેમના પરિવાર ઘર બહાર મકાન બંધ કરી ગયા હતા. જે દરમિયાન સાંજના આઠથી સાડા આઠ વાગ્યા દરમિયાન અંજાના તસ્કરોએ એપાર્ટમેન્ટમાં આવેલ બંધ મકાનના દરવાજાનું લોક તોડી પ્રવેશ કર્યો હતો.
સુરતમાં તસ્કરોએ બંધ મકાનમાં રૂપિયા 4.92 લાખથી વધુની ચોરી કરી - સુરત અડાજણ વિસ્તારમાં ચોરી
સુરત: અડાજણ વિસ્તારમાં ફરી એક વખત તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા પોણા પાંચ લાખથી વધુની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના અંગે અડાજણ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
![સુરતમાં તસ્કરોએ બંધ મકાનમાં રૂપિયા 4.92 લાખથી વધુની ચોરી કરી SURAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5283744-thumbnail-3x2-surat.jpg)
બાદમાં ઘરમાં રહેલા કબાટનો લોક પણ કોઈ સાધન વડે તોડી તેમાં રહેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ મળી કુલ 4.92 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બહારથી ઘરે પરત ફરેલા નિલેશભાઈ અને તેના પરિવારે ઘરનો દરવાજો ખુલ્લો જોતા ચોંકી ઊઠયા હતા. જ્યાં ઘરમાં કંઈક અજુગતુ બન્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, કબાટમાં રહેલા સોના - ચાંદીના ઘરેણાં સહિત ચાર લાખથી વધુની રકમ અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગેની જાણ અડાજણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બાદમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.