સુરત: પીપલોદ વિસ્તારમાં આવેલ શ્રીહરિ એપાર્ટમેન્ટની મહિલાઓ સહિત પુરુષોએ બિલ્ડીંગ પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ચાઈના વિરુદ્ધ શપથ લીધા હતા. જેમાં એપાર્ટમેન્ટમાં લોકોએ હવેથી ચાઈના પ્રોડકટનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં હવેથી માત્ર સ્વદેશી ચીજ - વસ્તુઓનો જ ઉપયોગ કરશે તે પ્રકારના શપથ મહિલાઓ અને પુરુષોએ એકસાથે લીધા હતા.
સુરતમાં લોકોએ ચાઈના પ્રોડકટનો બહિષ્કાર કરી શપથ લીધા - latest news in surat
ભારતના પૂર્વ લદાખમાં ચીની સેના દ્વારા ભારતીય સૈનિકો પર કરવામાં આવેલ કાયરતાપૂર્ણ હુમલાને સમગ્ર દેશવાસીઓ વખોડી રહ્યા છે. ચીનની આ કરતુત સામે લોકો ચીની પ્રોડકટનો પણ બહિષ્કાર કરી રહ્યા છે. ત્યારે સુરતમાં લોકોએ ચાઈના પ્રોડકટનો બહિષ્કાર કરી શપથ લીધા હતા.
સુરતમાં લોકોએ ચાઈના પ્રોડકટનો બહિષ્કાર કરી શપથ લીધા
આ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવી તમામે ચાઈના પ્રોડકટનો બહિષ્કાર કરી શપથ ગ્રહણ કર્યા હતા. આ અંગે એપાર્ટમેન્ટના રહીશોએ જણાવ્યું હતું કે, ચાઈના દ્વારા જે પ્રકારે ભારતીય સેના પર હુમલો કરવામાં આવ્યો છે. તેને લઈ ભારતવાસીઓ હવેથી ચીની પ્રોડકટનો બહિષ્કાર કરશે. તેમજ ચાઈના પ્રોડકટનો બહિષ્કાર કરી ચીનને યોગ્ય પાઠ ભણાવવામાં આવશે.