ગુજરાત

gujarat

ETV Bharat / state

માતાએ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને આપ્યો અંજામ, જાણીને ચોંકી જશો...

સુરત શહેરના દયાળજી બાગ નજીક તાપીમાંથી માતા-પુત્રીની દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિકો અને પોલીસ દોડતી થઇ (Suicide by jumping into Tapi)ગઈ હતી. હાલ આ બાબતે પોલીસે બન્ને મૃતદેહને કબ્જો લઇ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. તથા આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાપીમાં કૂદીને આત્મહત્યા
તાપીમાં કૂદીને આત્મહત્યા

By

Published : May 9, 2022, 4:47 PM IST

Updated : May 9, 2022, 5:28 PM IST

સુરત:શહેરમાં અજબી ઘટના સામે આવી છે. મધર્સ ડેના દિવસે શહેરના દયાળજી બાગ નજીક તાપી નદી કિનારે એક રહદારીને અજાણ્યા મહિલાની મૃતદેહ દેખાતા તાત્કાલિક વિભાગને જાણ (Surat suicide case)કરી હતી. જેને લઈને ફાયર વિભાગ ઘટનાસ્થળે( Mother-daughter suicide in Tapi)પહોંચી મહિલાને બહાર કાઢી હતી. મહિલાને બહાર કાઢીને જોયું કે એકલી મહિલા નહિ હતી પરંતુ તેમની જોડે ત્રણ વર્ષની બાળકી પણ હતી. જે મહિલાએ પોતાની શરીરે દુપટ્ટામાં રાખીને બાળકીને તાપી નદીમાં કૂદી હોય તેમ કહી શકાય છે. હાલ તો આ મામલે પોલીસે મહિલા અને બાળકીનોમૃતદેહ કબ્જે કરીને સિવિલ હોસ્પિટલમાં બન્નેનાં સેમ્પલ ફોરન્સિક તપાસ માટે મોકલાયાં છે.

તાપીમાં કૂદીને આત્મહત્યા

માતા અને બાળકીનો મૃતદેહ મળ્યો -આ બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંહ ઝાલાએ જેઓ આ મામલે તપાસ કરતા છે. તેમણે જણાવ્યુંકે,નાનપુરા પાસે આવેલ ડચ ગાર્ડનના સામે આવેલ તાપીના કિનારાના પટમાંથી એક અજાણી મહિલા અને બાળકીનો દુપટ્ટા સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. મહિલાએ કાળા કરલનો લેંગીજ અને લીલો કુર્તો પેહર્યો હતો. સાથે બાળકીએ ગુલાબી રંગનું સર્ટ અને કેસરી પેન્ટ પેહર્યું હતું. હાલ આ બંનેના શરીર ઉપર કોઈપણ પ્રકારના જે નિશાનો મળી આવ્યા નથી.

આ પણ વાંચોઃઅને વેપારી અચાનક કૂવામાં કૂદી પડ્યો, ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ

બન્નેની ઓળખ માટે આગળની તપાસ હાથ ધરી -વધુમાં જણાવ્યુંકે માતા-પુત્રીની મૃતદેહ ફૂલેલી હાલતમાં મળી આવ્યો હતો. એટલે કે કહી શકાય છે કે આ બંને માતા-પુત્રી આશરે બે ત્રણ દિવસ પહેલા નદીમાં કૂદીને આત્મહત્યા કરી હોય તેમ માની શકાય છે. હાલ તો અમે આ બાબતને ગંભીરતાથી લઇને નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. તથા બન્નેની ઓળખ માટે આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે માતા-પિત્રીની ઓળખ કરી -સુરત તાપી નદી માંથી માતા-પુત્રીની દુપટ્ટો બાંધેલી હાલતમા મળી આવેલા મૃતદેહ મામલે આખરે પોલીસે માતા-પિત્રીની ઓળખ કરી લીધી છે. આ ઘટનામાં મૃતક માતા પુત્રી શહેરના ડીંડોલી કરાડવા રોડ પ્રયોસા પાર્ક 2 ની રહેવાસી છે. જેઓનું નામ માતા દીપાલી સાગર દૈવે અને દોઢ વર્ષીય ક્રિશા હોવાનું બહાર આવ્યું છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના બુલઢાણા સેમ્બા ગામના વતની છે. મૃતક મહિલાના પતિ જેઓ સાગર ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરનું કામ કરે છે.

આ પણ વાંચોઃલવ, લગ્ન અને લોસ્ટ.....મરવા મજબૂર થયા પ્રેમીઓ

સાસુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો -આ સમગ્ર મામલે મૃતક માતા-પુત્રી ગત 6 મેના રોજ સાંજે 5 વાગે ઘરેથી ગુમ થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV ફૂટેમાં કેદ થઇ હતી. CCTV માં જોઈ શકાય છેકે માતા-પુત્રીને લઈને જઈ રહી છે. જોકે ઘટનાની જાણ થતાં જ મૃતકના સાસુ વિમલ બદ્રીનાથ દૈવેએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેઓને તાત્કાલિક ડીંડોલીના બાબા મેમોરિયલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. તેઓ હાલ ICUમાં દાખલ છે. આ મામલે ઘર કંકાસમાં સમગ્ર ઘટના ઘટી હોવાની ચર્ચા સામે આવી છે. તેમ છતાં પોલીસ હાલ તપાસનો દોર ચાલુ રાખ્યો છે.

Last Updated : May 9, 2022, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details