સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના રોજ ખાસ દીક્ષા થનાર છે, જેમાં 22થી વધુ લોકો દીક્ષા લેશે, પરંતુ આ દીક્ષાંત સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર એક જ પરિવારના 4 પિતરાઇ ભાઇ-બહેનો ઉપર રહેશે. સુરત ખાતે રહેતા હસમુખ દોશીના ત્રણ પુત્ર અને એક પુત્રી છે. જેમાંથી એક પુત્ર 17 વર્ષ પહેલાં દીક્ષા લઈ લીધી હતી અને હાલ તેમના 2 પુત્રના પુત્રો 14 વર્ષોય યશ રોશનભાઈ દોશી, અને 13 વર્ષીય પરમ ચિરાગભાઈ દોશી દીક્ષા લેવા જઈ રહ્યા છે. તેઓ માતાપિતાના એકમાત્ર પુત્ર છે તેમ છતાં પોતાના પિતાની કરોડોની સંપત્તિ છોડી આટલી ઉંમરે તેઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે. એટલું જ નહીં પરમને ક્રિકેટ ખુબ જ ગમે છે અને રોહિત શર્માનો ચાહક છે.
સુરતમાં સંયમના માર્ગે એક જ પરિવારના ચાર બાળકો, જાણો વિગતે - ભક્તિ
દીક્ષા નગરી સુરતમાં 1 ફેબ્રુઆરીના રોજ 100થી વધુ 4 લોકો સાંસારિક મોહમાયા ત્યજીને દીક્ષા લેશે. સુરતના પાલ વિસ્તારમાં થનારી દીક્ષામાં ખાસ કરીને એક જ પરિવારના ચાર મુમુક્ષુઓ દીક્ષા લેશે. જેમની ઉંમર 12થી 16 વર્ષ સુધીની છે. આ ચારેય પિતરાઇ ભાઇ બહેન છે. પિતા ડાયમંડ અને ટેકસટાઇલ ઉધોગ સાથે સંકળાયેલા છે, પરંતુ હવે તેઓને પિતાના ઉદ્યોગમાં રસ નથી અને તેઓ દીક્ષા લઈ જીવનને સંયમ માર્ગ પર લઈ જશે.
જીવનનો સાચો સુખ સંયમ માર્ગ પર મળશે. બન્નેના પિતા રોશનભાઈ અને ચિરાગભાઈ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેમ છતાં તેઓએ બાળકોને સંયમ માર્ગ પર ચાલવાની પરવાનગી આપી અને ગર્વ અનુભવી રહ્યા છે. પરમ અને યશની જેમ 16 વર્ષીય ભક્તિ વિક્રમ મહેતા અને તેનો સગો ભાઈ 12 વર્ષીય અર્થ વિક્રમ મહેતા પણ દીક્ષા લેશે આ ચારેય પિતરાઇ ભાઇ બહેન છે. હસમુખ દોશીની પુત્રીના આ બંને સંતાનો છે. વિક્રમભાઈ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેમના આ બંને સંતાન હવે દીક્ષા લઈ સંયમના માર્ગે ચાલશે. પરમ અને યશની જેમ ભક્તિ અને અર્થને પણ પોતાના પિતાની સંપત્તિમાં કોઈપણ રસ નથી. પરિવારના બાળકો દીક્ષા લેવા જઈ રહ્યા છે તે પણ આટલી નાની ઉંમરમાં તેને લઇ પરિવારના સભ્યો ખૂબ જ ખુશ છે .
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ તેના સારા કર્મોના પ્રતાપે જ આ બાળકો દીક્ષા લેવા જઈ રહ્યા છે. જે ઉંમરે નાના બાળકો રમત ગમત અને ભણતરથી લઈ ગેજેટ અને ઐશ્વર્ય પૂર્ણ જીવન જીવવા માંગતા હોય છે આવી ઉંમરે આ બાળકો દીક્ષા લઈ લોકોને સંયમના માર્ગે ઉપર જીવનનો સત્ય બતાવશે.