સુરત: પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે જલારામ સ્કવેર એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ રબારી નામનાં પોલીસકર્મીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.તાત્કાલીક તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા બારડોલી ખાતે આવેલા માલિબા કેમ્પસ કોવિડ-19 સેન્ટર ખાતે સારવાર માટે લઈ ખસેડવામાં આવ્યા હતા.
સુરત: જિલ્લામાં પોલીસ જવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો - સુરત ન્યુઝ
સુરતના કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
વરેલી ગામ ખાતે હિંસા દરમિયાન પકડાયેલા 200થીં પણ વધારે આરોપીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં કુલ 15 જેટલા આરોપીઓનાં રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જે દરમિયાન આ પકડાયેલા આરોપીઓની નિગરાની કરતાં પોલીસ કર્મી ઓને હોમકોવોરોન્ટાઇન કરવામાં આવ્યાં હતાં.જેમાં રમેશભાઈ રબારી પણ હતા.
તે પણ આ 15 આરોપીઓની સુરત કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાં નિગરાની કરતાં હતાં. જે દરમિયાન ગતરોજ હોમકોવોરોન્ટાઇનનાં દિવસો પૂણૅ થયાં બાદ તેઓ પોતાની ફરજ પર હાજર થવાં જતાં પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા તેમનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તેને તાત્કાલીક બારડોલી કોવિડ-19 માલિબા કેમ્પસ ખાતે વધું સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.