ગુજરાત

gujarat

ETV Bharat / state

એવું તો બન્યુું કે, સુખદ પ્રસંગ ફેરવાયો દુ:ખદ પ્રસંગમાં - Died on the spot due to dizziness

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કંનાજ ગામે લગ્ન પ્રસંગ દુ:ખદ પ્રસંગમાં (Death of a 19-year-old boy)ફેરવાય ગયો હતો. કાકાની દીકરીના લગ્નમાં ગયેલ 19 વર્ષીય યુવકનું અચાનક ચક્કર આવી જતાં મોત નિપજ્યું હતું.

સુરત જિલ્લામાં સુખદ પ્રસંગ ફેરવાયો દુ:ખદ પ્રસંગમાં (Died on the spot due to dizziness)
સુરત જિલ્લામાં સુખદ પ્રસંગ ફેરવાયો દુ:ખદ પ્રસંગમાં (Died on the spot due to dizziness)

By

Published : May 23, 2022, 2:17 PM IST

સુરત:સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કંનાજ ગામે યુવક લગ્ન પ્રસંગમાં DJ ના તાલે નાચી રહ્યો હતો. તે દરમિયાન યુવકને ચક્કર આવતા યુવક નું તે સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો:ઓપરેશન પછી દર્દીનું મોત, ડોક્ટરે એવું કામ કર્યું જેનાથી હોસ્પિટલ પર ઉઠ્યા અનેક સવાલ

DJ માં નાચતી વેળાએ યુવકનું થયું મોત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કનાજ ગામે ( happy occasion turned into a sad occasion) હળપતિ વાસમાં રહેતા સુનીલ ભગવતીભાઈ રાઠોડનું લગ્ન પ્રસંગમાં DJ માં નાચતી વેળાએ ચક્કર આવી જતાં મોત થયું હતું. જુવાનજોધ દીકરાનું મોત થતાં ખુશીમય વાતાવરણ શોકમગ્ન થઈ ગયું હતું. મૃતક યુવક તેના કાકાની દીકરીના લગ્નમાં ગયો હતો, ત્યારે રાત્રીના પરિવાર લગ્ન પ્રસંગ ની ખુશી મનાવી રહ્યો હતો (Death by dizziness) ત્યારે 19 વર્ષીય મૃતક યુવક સુનીલ રાઠોડ DJ ના તાલે નાચી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ચક્કર આવતા તેઓનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જુવાન જોધ દીકરાનું મોત થતાં લગ્નનો પ્રસંગ માતમ માં ફેરવાઈ ગયો હતો. પરીવાર દ્વારા સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરવામાં આવી છે.

આ પણ વાંચો:સુરત લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં આગળ વધે તે માટે જૂઓ સરકારે શું આપી રહી છે ભેટ

જાનની જગ્યાએ નીકળી અંતિમયાત્રા: માંડવી તાલુકાના અરેઠ ગામે થોડા દિવસ પહેલા યુવક (વરરાજો) પોતાના લગ્નમાં નાચી રહ્યો હતો તે દરમિયાન તેની તબીયત બગડીને છાતીમાં અચાનક દુખાવો થતાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા ખુશીનું વાતાવરણ દુ:ખમાં ફેરવાઈ ગયું હતું અને યુવકનો વરઘોડો નીકળવાની જગ્યાએ અંતિમયાત્રા નીકળી હતી.

ABOUT THE AUTHOR

...view details