- 75 સંસારત્યાગીઓનું રાજશ્રી અભિવાદન કરાયું
- સુરતમાં સામૂહિક દીક્ષા મહોત્સવમાં ત્યાગધર્મ અને રાજધર્મનો અનોખો સંગમ સર્જાયો
- મુખ્યપ્રધાનના હસ્તે 'અનિહા' પુસ્તકનું વિમોચન
- હર્ષ સંઘવીએ કહ્યું કે, સૌ સમાજ એક થઈને કાર્ય કરવું જોઈએ
સુરત : સુરતમાં શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ(Shri Shantikanak Shramanopasak Trust Surat) અધ્યાત્મ પરિવાર દ્વારા ગુરૂયોગની વાણીથી(speech of Guru Yoga) વૈરાગી બનેલા 75 દીક્ષાર્થીઓના સામૂહિક દીક્ષા મહોત્સવના(Mass initiation festival of 75 initiates) અવસરે સુરતના વેસુ સ્થિત બલર હાઉસ- 'અધ્યાત્મનગરી'(Adhyatmanagari Gujarat) ખાતે આયોજિત સમારોહમાં મુખ્યપ્રધાન સુરતના SMC, પોલીસકર્મીઓ, RTO, GST, રેલવે, એસટી, ઈન્કમટેક્સ, જિલ્લા સેવા સેવાસદન. જિલ્લા પંચાયતમાં કાર્યરત રાજ્ય અને કેન્દ્ર સરકારના 40,000થી વઘુ કર્મયોગીઓના પરિવારોમાં દીક્ષાધર્મનો સંદેશ પહોંચાડી મીઠાઈ અર્પણનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત જીવનનો મર્મ સમજાવતાં અંગ્રેજી પુસ્તક 'ANIHA'નું મુખ્યપ્રધાનના હસ્તે વિમોચન(ANIHA released by the Chief Minister) કરાયુ હતું.
સૌ સમાજ એક થઈને કાર્ય કરેઃ હર્ષ સંઘવી
આ પ્રસંગે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Home Minister of State Harsh Sanghvi) જણાવ્યું હતું કે, સુરતનગરીમાં ઈતિહાસ સર્જાયો છે, જેમાં કુલ 75 જેટલા નાના બાળકથી લઈને યુવાનોએ દીક્ષાનો માર્ગ અપનાવ્યો છે. સુરતમાં આજે ચોતરફ દીક્ષાનો માહોલ સર્જાયો છે. સંસાર છોડીને સંયમનો માર્ગ અપનાવનાર આ દીક્ષાર્થીઓએ સમાજને ત્યાગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌ સમાજ એક થઈને કાર્ય કરે એવો અનુરોધ કરતાં સંઘવીએ કહ્યું કે, સમાજના છેવાડાના માનવીને સહાયરૂપ થવાં માટે હોસ્પિટલ અને શિક્ષણ એમ બે મિશનમાં આગળ વધી અને સમાજસેવા કરવાની જરૂરિયાત છે.