ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ચેન સ્નેચરો બન્યા બેફામ, વૃદ્ધાના કાનની રૂ. 1 લાખની બૂટ્ટી ખેંચી ગયા

સુરતમાં ફરી એક વખત ચેન સ્નેચરોના આતંકથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વખતે આવી ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં બની છે. એક 70 વર્ષીય વૃદ્ધ મહિલા જ્યારે મંદિરેથી દર્શન કરીને આવી રહ્યા હતા ત્યારે ચેઈન સ્નેચરોએ તેમને ટાર્ગેટ બનાવ્યા. અને સ્નેચરો વૃદ્ધાના કાનના લટકણિયા ખેંચી ગયા હતા ત્યારબાદ વૃદ્ધા અડધો કલાક સુધી રસ્તા પર લોહિયાળ હાલતમાં બેસી રહ્યા હતા. આસપાસના લોકો તેમને દવાખાને લઈ ગયા હતા. ઘટના સ્થળે તપાસ કરતા આરોપીઓ સીસીટીવીમાં કેદ પણ થયા છે.

સુરતમાં ચેન સ્નેચરો બન્યા બેફામ, સ્નેચરો વૃદ્ધાના કાનની રૂ. 1 લાખની બૂટી ખેંચી ગયા
સુરતમાં ચેન સ્નેચરો બન્યા બેફામ, સ્નેચરો વૃદ્ધાના કાનની રૂ. 1 લાખની બૂટી ખેંચી ગયા

By

Published : Jan 21, 2021, 3:36 PM IST

  • સુરતમાં ચેન સ્નેચરો બન્યા બેફામ
  • મંદિરેથી પાછા આવતા વૃદ્ધાને સ્નેચરોએ બનાવ્યા ટાર્ગેટ
  • સ્નેચરો વૃદ્ધાના કાનના લટકણિયા ખેંચીને જતા રહ્યા
  • વૃદ્ધ મહિલા લોહીયાળ હાલતમાં રસ્તા પર બેઠા રહ્યા
    સુરતમાં ચેન સ્નેચરો બન્યા બેફામ, સ્નેચરો વૃદ્ધાના કાનની રૂ. 1 લાખની બૂટી ખેંચી ગયા

સુરતઃ સુરતમાં વધી રહેલા અને સ્નેચિંગની ઘટનામાં હવે મહિલાઓ અને ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ સ્નેચરો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગઈ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગલોમાં રહેતા સંતોકબેન આહીર 17 જાન્યુઆરીએ સવારે ઘરેથી મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિરેથી ઘરે જઈ રહેલી સંતોકબેનના કાનમાંથી બાઈકર્સ અઢી તોલાની સોનાની બૂટી લૂંટીને નાસી ગયા હતા. ત્યારબાદ વૃદ્ધ મહિલા તેઓ મંદિરેથી દર્શન કરીને પરત ચાલતા ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ઘરેથી માત્ર અડધા કિલોમીટરના અંતરે અજાણ્યા બાઈકસવાર પાછળથી આવી સંતોકબેન કાન ખેંચીની બુટી લૂંટીને બાઇક પર બેસીને નાસી ગયા હતા.. આ ઘટનાના કારણે સંતોકબેન ના બંને કાન કપાઈ જતા રહો લુહાણ થઈ ગયા હતા.

સ્થાનિકોએ સંતોકબેન ને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા

વૃદ્ધ સંતોકબેન કોઈ સમજી શકે તે પહેલા સ્નેચરો ત્યાંથી નાસી ગયા. સંતોકબેનના બંને કાન કપાઈ જતાં તેઓ અસહ્ય પીડા સાથે રસ્તા પર થોડા સમય સુધી બેસી રહ્યા હતા ત્યાં સ્થાનિકોએ સંતોકબેનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. સંતોકબેનના પરિવારે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, લૂંટાયેલી બૂટીની કિંમત એક લાખ કરતાં પણ વધુ છે.

આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ

સુરતના ડિંડોલી, ઉધના, ગોડાદરા, પાંડેસરા, ભટાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્નેચરોનો આતંક છે. મોબાઈલ અને ચેન સ્નેચિંગ કરવા માટે તેઓ ચપ્પુ વડે ઈજા પણ કરતા હોય છે. સંતોકબેનના પ્રકરણમાં આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details