ગુજરાત

gujarat

ETV Bharat / state

Swachhata hi Seva: સુરતમાં સી આર પાટીલે નાવડી ઓવરા ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું

રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં સ્વચ્છતાની ગુંજ ફેલાવવા આજથી “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ એક ક્લાક માટે શ્રમદાન આપી નાવડી ઓવરા ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

Swachhata hi Seva
Swachhata hi Seva

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2023, 4:43 PM IST

Updated : Oct 1, 2023, 5:33 PM IST

સી આર પાટીલે આપ્યું શ્રમદાન

સુરત: મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી ઉજવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ રાજ્યના તમામ ગામડાઓમાં વિવિધ પદાધિકારીઓની આગેવાની હેઠણ દેશભરમાં મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં નાવડી ઓવારા ખાતે દરિયાકિનારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભાજપના આગેવાનો સહિત પદાઅધિકારીઓએ હાથમાં ઝાડુ લઈ રોડ રસ્તા પર ગંદકી દૂર કરી હતી.

'સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરત મહાનગરપાલિકાને કર્મચારીઓ સાફ-સફાઈની ઝુંબેશમાં જોડાયેલા છે. સુરત શહેરના દરેક વોર્ડમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. દરેક કાર્યક્રમમાં 1500થી વધારે લોકો હાજર છે. નાવડી ઓવારા ખાતે 2,000 થી વધુ લોકો જોડાયા છે. દેશના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંકલ્પને પૂર્ણ કરવા માટે તત્પર છે. જે થકી આવનારી પેઢીને સફાઈ માટેની સમજ આવશે. સુરત સફાઈમાં બીજા ક્રમે આવ્યું છે ત્યારે પહેલા નંબરે આવવાનો પ્રયાસ ચાલુ છે.' - સી આર પાટીલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ

ભાજપના આગેવાનો સહિત પદાઅધિકારીઓએ હાથમાં ઝાડુ લઈ રોડ રસ્તા પર ગંદકી દૂર કરી

25 લાખ જેટલા લોકો જોડાયા:શ્રમદાનનાં અંતમાં એકત્રિત થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ, MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે પણ પૂર્વ આયોજન કરાયું છે. આ સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરશે. ઉલ્લેખનીય છે કે, શ્રમદાન માટે સ્વચ્છતા હી સેવા પોર્ટલ પર રાજ્યભરમાં 30,000 જેટલા કાર્યક્રમોની નોંધણી થઈ છે, જેમાં આશરે 25 લાખ જેટલા લોકો એક સાથે જોડાઈને એ સાથે શ્રમદાન કર્યું હતું. સુરતમાં પણ 2 હજાર જેટલા લોકોએ મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન તકી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

  1. Swachhata hi Seva: નાણાપ્રધાન કનુ દેસાઈએ વાપીમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો
  2. Swachhata hi Seva Campaign: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે સફાઈ અભિયાન હાથ ધર્યું
Last Updated : Oct 1, 2023, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details