સુરત : 24 વર્ષીય મુકેશકુમાર ચંદ્રશેખર શાહુ જેઓ ઓટોરીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગતરોજ લિંબાયત વિસ્તારમાં સંજયનગર ખાતે પોતાના મિત્રના રવિને ત્યાં ગયા હતા. જ્યાં તેઓ રવિના પાડોશની ચાર વર્ષીય દીકરીને રમાડતા હતા, તે દરમિયાન બાળકી સાથે છત પર ગયા હતા. જ્યાં અચાનક જ બાળકીને રમાડતા રમાડતા તેઓ બાળકી સાથે નિચે પટકાયા હતા. જોકે, આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાળકીનો ચમત્કારી બચાવો થયો હતો.
Surat News : સુરતમાં બાળક સાથે રમતા રમતા છત પરથી નિચે પટકાતા યુવકનું મોત અને બાળકનો થયો ચમત્કારી બચાવ - ETVBharat Gujarat SuratMandeathLimbayat
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં 25 વર્ષીય યુવક નશાની હાલતમાં બાળક સાથે રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું, જ્યારે તેની સાથે નિચે પટકાયેલ ચાર વર્ષીય બાળકનો ચમત્કારી બચાવ થયો હતો. હાલ તો યુવકના મોતને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
![Surat News : સુરતમાં બાળક સાથે રમતા રમતા છત પરથી નિચે પટકાતા યુવકનું મોત અને બાળકનો થયો ચમત્કારી બચાવ Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-08-2023/1200-675-19297204-thumbnail-16x9-pm.jpg)
છત પરથી બાળકી સાથે નિચે પકટાયો હતો : મુકેશને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મુકેશનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. જેના કારણે હાલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો યુવકના મોતને લઈને પોલીસે આગળની તપાસ હાથધરી છે.
આ ઘટના ગઈકાલે સાંજે બની હતી, મૃતક યુવકનું નામ મુકેશકુમાર ચંદ્ર શેખર શાહુ છે. જેઓ પર્વત પાટિયા વિસ્તારમાં સંતોષ નગરમાં રહેતા હતા. તેઓ સાંજે પોતાના મિત્ર રવિને ત્યાં ગયા હતા. જ્યા રવિના પડોશની ચાર વર્ષીય બાળકીને રમાડતા હતા તે દરમિયાન તેઓ છત પર ગયા હતા અને અચાનક જ ત્યાંથી બાળકી સહિત નિચે પટકાયા હતા. જોકે આ ઘટનામાં મુકેશના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેમજ બાળકીનો ચમત્કારી બચાવ થયો હતો. લોકોનું કહેવું છે કે, તે નશાની હાલતમાં હતો અને બાળકીને રમાડી રહ્યો હતો. હાલ તો યુવકના મોતને લઈને પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી છે. - પોલીસ કોન્સ્ટેબલ મયુર
TAGGED:
Surat News