- ગુજસિટોકમાં ભાગતો માથા ભારે લાલુ ઝાલીમ પકડાયો
- લાલુ ઝાલીમની પત્ની યુપીના જોનપુરના ગામની સરપંચ
- નેપાળ ભાગી છૂટ્યા હતા, નેપાળના સિમ કાર્ડ પણ મળી આવ્યા
સુરત :શહેર પોલીસને લાલુ જાલીમ યુપીમાં હોવાના ઇનપુટ મળતા પોલીસે તે દિશામાં તપાસ કરી હતી. અઠવાડિયા સુધી યુપીમાં ધામા નાંખીને દોડધામ કર્યા પછી આખરે બનારસથી લાલુ જાલીમને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. Surat Crime Branchની ટીમ યુપીમાં જરૂરી કાયદેસરની કાર્યવાહી આટોપીને માથાભારે લાલુને લઇને સુરત આવી ગઈ છે. તેને કોર્ટમાં રજૂ કરી 15 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. લાલુ જાલીમ ગેંગ સામે સુરત શહેર પોલીસના ચોપડે અપહરણ, મારપીટ, ખંડણી, મર્ડર, હત્યાની કોશિશ, ધાક-ધમકી સહિતના 94 જેટલા ગંભીર ગુના નોંધાઇ ચુક્યા છે.
2019થી રાજ્યમાં ગુજસિટોકનો નવો કાયદો અમલી બન્યો
ગુજસિટોકનો ગુનો દાખલ થયા પછી છ મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા માથાભારે લાલુ જાલીમની પત્ની જોનપુરમાં સરપંચ હોવા છતા પણ તેની સાથે રહેવાને બદલે પોલીસ ધરપકડ કરી લેશે. તે ડરથી વારાણસીમાં તેના ફુવાની મદદથી એક મકાનમાં રહેતો હતો. 2019થી રાજ્યમાં ગુજસિટોકનો નવો કાયદો અમલી બન્યો છે. સુરતમાં પહેલો ગુનો ટામેટા ગેંગ વિરુદ્ધ નોંધ્યા પછી બીજો ગુનો લાલુ જાલીમની ટોળકી વિરુદ્ધ નોંધ્યો હતો. 10 વર્ષમાં લાલુ જાલીમની ટોળકી દ્વારા 100 જેટલા ગુના આચરવામાં આવ્યા હતા. લાલુ જાલીમની પત્ની તેના વતન મહેન્ડ્રુ ગામે બે ટર્મથી સરપંચ છે. મહેન્ડ્રુ ગામેથી તે 100 કિ.મી દૂર વારાણસીમાં છુપાઇને રહેતો હતો.
આ પણ વાંચો : સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 56,000 વિદેશી દારૂ ઉપર બુલડોઝર ચલાવાયું
પ્રથમ નેપાળ ભાગી છૂટ્યા હતા
સુરત પોલીસ કમિશ્નરે ગુજસિટોકનો ગુનો દાખલ થતાની સાથે અમિત રાજપૂત ઉર્ફે લાલુ ઝાલીમ અને એનો રાઈટ હેન્ડ ગણાતા નિકુંજ ઉમેશ ચૌહાણ પ્રથમ નેપાળ ભાગી છૂટ્યા હતા. જોકે, ત્યારબાદ બન્ને અલગ થઈ ગયા હતા અને લાલુ ઉત્તર પ્રદેશ રોકાઈ ગયો હતો અને નિકુંજ ભરૂચમાં છુપાઈને રહી રહ્યો હતો.
સોશિયલ મીડિયામાં પણ લાલુ જાલીમના નામનું 'ફેન પેજ' ચાલે છે
સુરતમાં માથાભારે છાપ ધરાવતા લાલુ જાલીમની પત્ની હજારો કિલોમીટર દૂર યુપીમાં સરપંચ છે. યુપીના જોનપુર જિલ્લાના બાદશાહપુર તાલુકાના મહેન્ડ્રુ ગામમાં હાલ જ તે સરપંચ તરીકે ચૂંટાઈને આવી છે. સુરત જ નહિ પરંતુ પોતાના ગામમાં પણ લાલુ જાલીમ દબદબો ધરાવે છે. પત્ની સરપંચની ચૂંટણી જીતી હોય પરંતુ ગામના લોકો લાલુ જાલીમને પ્રધાન તરીકે બોલાવે છે. સોશિયલ મીડિયામાં પણ એના નામનું 'ફેન પેજ' ચાલે છે.
આ પણ વાંચો : સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પૂર્વ અધિક પોલીસ કમિશનરના પુત્ર સામે ઠગાઇની ફરિયાદ
કોર્ટે આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
સુરત ક્રાઈમ બ્રાંચ બન્ને કુખ્યાત આરોપીઓને પકડીને સુરત લાવી હતી અને કોર્ટમાં રજૂ કરીને 30 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ દરમિયાન કોર્ટે બન્ને આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં લાલુ જાલીમ પાસે નેપાળના બે સીમકાર્ડ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : ચીકલીગર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડયો
પોલીસ ક્યાં ક્યાં મામલે કરશે તપાસ ?- લાલુ પાસેથી નેપાળના બે સીમ મળ્યા છે. તે કોના-કોના સંપર્કમાં હતો તેની માહિતી મેળવવાની છે.
- ફરાર દિપક જયસ્વાલ, આશિષ પાંડે અને અવનેશ રાજપુત વિશે આરોપી જાણતો હોય તેની પૂછપરછ કરવાની છે.
- જાલીમ સામે 15 ગુના છે, 3 વાર પાસા અને 1 વાર તડીપાર કરાયો છે. જ્યારે નિકુંજને 2 વાર પાસા કરાયો છે. બન્ને તપાસમાં સહકાર આપતા નથી.
- આરોપીઓ નેપાળના પોખરા શહેરમાં રોકાયા હોવાથી કોણે આર્થિક મદદ કરીએ પણ જાણવાનું છે.