ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં દર્દીના મૃતદેહને હોસ્પિટલની બહાર રઝળતો મુકનાર ડૉક્ટર સામે ગુનો દાખલ થયો - Priya general hospital

સુરતના પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના મોત પછી બિલ મુદ્દે થયેલી માથાકૂટમાં દર્દીનો મૃતદેહ હોસ્પિટલની બહાર રઝળતો મૂકી દેવાયો હતો. આ બનાવમાં પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પાલિકાએ પ્રિયા હોસ્પિટલના ડૉક્ટર જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ એપેડેમીક ડીસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

દર્દીના મૃતદેહને રઝળતો મુકી દેવાયો
દર્દીના મૃતદેહને રઝળતો મુકી દેવાયો

By

Published : May 6, 2021, 7:22 AM IST

  • પાંડેસરામાં રહેતા ત્રિલોક ભગવાન નાયકનું કોરોનાને લીધે મોત
  • ગરીબ પરિવારને એક લાખથી વધુનું બિલ અપાતા પરિવારે કર્યો હોબાળો
  • હોસ્પિટલે મૃતદેહને હોસ્પિટલ બહાર રઝળતો મૂકી દીધો

સુરત: 4 દિવસ અગાઉ પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલમાં દાખલ મૂળ ઓરિસ્સાના વતની અને પાંડેસરામાં રહેતા ત્રિલોક ભગવાન નાયકનો તારીખ 13ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો. ત્યાર બાદ તબિયત લથડતા પ્રિયા જનરલ હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન ચાર દિવસ પહેલા તેમનું મોત થયું હતું. પરિવારજનોએ બિલ મુદ્દે હોબાળો કર્યો હતો. ગરીબ પરિવારને એક લાખથી વધુનું બિલ અપાયું હતું.

આ પણ વાંચો : ભાવનગરમાં સર. ટી. હોસ્પિટલમાંથી પરિવાર મૃતદેહને રિક્ષામાં લઈ સ્મશાન પહોંચ્યો

હોસ્પિટલના ડૉક્ટર વિરુદ્ધ એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધાયો

યુવાન વયે દીકરો ગુમાવનારા પિતા ભગવાન નાયક અને તેના પરિવારે પ્રિયા હોસ્પિટલના ડૉક્ટરો અને પુત્રના મોત પછી ઓરિસ્સાથી સગા સંબંધી આવી જાય ત્યાં સુધી મૃતદેહ હોસ્પિટલમાં રાખવા જણાવ્યું હતું. જો કે, આમ છતાં હોસ્પિટલે મૃતદેહને હોસ્પિટલ બહાર મૂકી દીધો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આખરે સુરત મહાનગરપાલિકાના અધિકારી વિજય ભદરીકે પ્રિયા હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આ પણ વાંચો : જામનગરમાં કોરોનાના બે દર્દીઓના મૃતદેહ સ્મશાન પાસે ત્રણ કલાક પડી રહ્યા

ABOUT THE AUTHOR

...view details