ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં લૂંટારા બે ફામ: ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારાએ લૂંટ ચલાવી

સુરતના સચિન GIDC વિસ્તારમાં ATMની (Robbery in Sachin GIDC area)અંદર યુવકને ચપ્પુ બતાવી ત્રણ શખ્સો 1.92 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા છે. આ ઘટના બાદ સચિન GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે.

સુરતમાં લૂંટારા બે ફામ: ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારાએ લૂંટ ચલાવી
સુરતમાં લૂંટારા બે ફામ: ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારાએ લૂંટ ચલાવી

By

Published : Jun 9, 2022, 3:54 PM IST

સુરત: શહેરના સચિન GIDC વિસ્તારમાં ATMની અંદર કલેક્શનના(Surat ATM Loot)રૂપિયા ભરી રહેલા યુવકને ચપ્પુ બતાવી ત્રણ શખ્સો 1.87 લાખની રોકડ, એક મોબાઈલ મળી કુલ 1.92 લાખની લૂંટ કરી (Robbery in Sachin GIDC area)ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ATMમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. તો બીજી તરફ યુવકે આ મામલે સચિન GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

લૂંટ ચલાવી

આ પણ વાંચોઃલ્યો બોલો, હવે તો ધોળા દિવસે પણ દુકાનોમાં થવા લાગી લૂંટ, જૂઓ આ વીડિયોમાં...

1.92 લાખની લૂંટ કરી ફરાર -સચિન પાલીગામ પાસે રહેતા ચંદનકુમાર શ્યામદેવપ્રસાદ ચૌરસીયા સચિન GIDC વિસ્તારમાં આવેલા લક્ષ્મી વિલા કોમ્પ્લેક્સ નજીક એટીએમની અંદર કલેક્શનના રૂપિયા ભરી રહ્યા હતા. તે સમયે મોઢે માસ્ક બંધી ત્રણ શખ્સો એટીએમની અંદર આવ્યા હતા. બાદમાં ચંદનકુમારને ચપ્પુ બતાવી તેઓની પાસેથી 1.87 લાખની રોકડ તેમજ 5 હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ 1.92 લાખની લૂંટ કરી બાઈક પર બેસી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચોઃપોલીસની સરાહનીય કામગીરી, લૂંટના આરોપીઓ ગણતરીના કલાકોમાં કર્યા જેલભેગા

ઘટના CCTV કેમેરામાં કેદ -આ ઘટના બાદ સચિન GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં જોઈ શકાય છે કે ત્રણ શખ્સો એટીએમમાં આવી ચપ્પુની અણીએ લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચ્રકોગતીમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details