ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો, પતિ સાથે પ્રેમીને પણ ગુમાવ્યો - In order to find a lover, the wife plans

સુરત: પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો. પરંતુ, પત્નીનો આ પ્લાન ઊંધો પડતાં તેને પતિ અને પ્રેમી બંનેને હાથમાંથી ગુમાવવાનો વારો આવ્યો. જેમાં જહાંગીરપુરા મુકામે આવેલ કોસમા ગામની સીમમાં આવેલ સરકારી તળાવમાંથી સોમવારના રોજ ભેદી સંજોગોમાં બે લોકોના મૃતદેહ મળ્યા હતાં. જેને બહાર કાઢી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતાં.

પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો

By

Published : Oct 23, 2019, 7:35 PM IST

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પતી- પત્ની અને ઓલપાડના બરબોધન ગામ ખાતે રહેતા પ્રેમી જેના કારણે પતી પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી ઝઘડા ચાલતા હતાં. પત્ની પતીને દબાણ પણ કરતી હતી. જ્યાં પ્રેમીને પામવા પતિનો કાંટો કાઢવા પત્ની પ્રેમી સાથે મળી હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો. પતિ પત્ની સોમવારના રોજ જહાંગીરપુરા મુકામેથી સેગવા ગામ પિયરે જવા નીકળ્યા હતાં. જે દરમિયાન પત્ની એ લઘુશંકાનુ બહાનું કાઢી જહાંગીરપુરાના કોસમા ગામની સીમમાં આવેલ સરકારી તળાવ ખાતે ગાડીને રોકાવી હતી. જ્યાં પહેલાંથી ત્યાં હાજર પ્રેમી અને પતિ વચ્ચે મારામારી થઈ હતી. જે બાદ પ્રેમીએ ધક્કો મારતા પતી તળાવના ઊંડા પાણીમાં પડતા પડતા પ્રેમીનો હાથ પકડી લીધો હતો.

પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો

જેના કારણે બંને વિસ ફૂટ ઊંડા તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જ્યાં બનાવની જાણ પત્નીએ જહાંગીરપુરા પોલીસને કરી હતી. પોલીસે ફાયરની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના અંગે પત્નીની પુછપરછ કરતા તેને ગોળગોળ જવાબ આપ્યો હતો. પોલીસની પૂછપરછમાં પત્નીએ જણાવ્યું કે, પતિ અને પ્રેમી બંને વચ્ચે અકસ્માતને લઈ રકઝક થઈ હતી.જેમાં તેણીને પણ ઇજા થઇ હતી. પરંતુ, પત્નીના શરીરે કોઈ એવી ગંભીર ઇજા ન દેખાતા પોલીસને વધુ શંકા જણાઈ આવી હતી. આખરે પોલીસ તપાસમાં પત્ની ભાંગી પડી હતી અને પ્રેમીને પામવા માટે તેણીએ જ હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હોવાની હકીકત જણાવતા તેણીની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details