સુરતશહેરમાં શિયાળાની ઋતુમાં ખવાતા એવા વસાણા બજારમાં આવી (Salam Pak arrived at Surat Market) ગયા છે. આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતા આ વસાણા લોકો વધુ ખાવાનું પસંદ કરી રહ્યા છે. તેમાં પણ બહારના દેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ શિયાળા દરમિયાન સાલમપાકની ખૂબ જ માગ રહેતી (In Foreign demand of Salam Pak) હોય છે. ખાસ કરીને NRI લોકો સ્પેશિયલ આ સાલમપાક (Importance of Salam Pak) મગાવે છે.
શિયાળુ પાક સ્વાસ્થ્ય માટે સારા હોય છે શિયાળા દરમિયાન ઠંડીથી બચવા અને શરીરમાં ગરમાટો રહે તે માટે લોકો શિયાળુ પાક ખાતા હોય છે. આ શિયાળુ પાકનું મહત્વ એટલે (Importance of Salam Pak) પણ છે કે, તેમાં પડતા 32 પ્રકારના ગરમ મસાલાનું આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. આ શિયાળુ પાકમાં સાલમ પાક, કોપરા પાક, ખજૂર પાક, મેથીપાક, અળદિયા પાક, કચરિયાંનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓમાં અલવ અલગ મસાલા અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે (Importance of Salam Pak) ખૂબ જ સારા હોય છે.
પ્રતિકિલો ભાવમાં થયો વધારોશિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલે શરીરમાં ગરમાટો રહે, ઈમ્યુનિટી પાવર બની રહે અને શરદી ખાંસીથી બચવા પણ લોકો હાલ શિયાળુ પાક તરફ વળ્યા છે. શિયાળુ પાક એટલે કે, વસાણા દર વર્ષે ખવાય છે. લોકો ખાસ કરીને સાલમ પાક અને મેથી ખાવાનું વધુ પસંદ કરે (Salam Pak arrived at Surat Market) છે. કારણ કે, શરીર માટે મેથી ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. સાથે જ સાલમપાકમાં 32 જાતના તેજાના નાખવામાં આવે છે. એટલે પણ તે વધુ અસરકારક છે. આ વર્ષે પ્રતિ કિલો 40થી 60 રૂપિયા ભાવ વધારો નોંધાયો છે. દૂધ અને ગરમ મસાલાના ભાવમાં વધારો થતા મીઠાઈ વિક્રેતાઓ દ્વારા નિર્ણય લેવાયો હતો.