ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટાઉદેપુરમાં રૂ. 4.60 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રકને પોલીસે ઝડપી પાડી, ટ્રકચાલક ફરાર - છોટા ઉદેપુર

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અનેક જિલ્લાઓમાં પોલીસના નાકની નીચે જ બેરોકટોક દારૂની હેરફેર થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ પોલીસે એક ટ્રકમાંથી રૂ. 4 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. જોકે, ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. હવે પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

છોટાઉદેપુરમાં રૂ. 4.60 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રકને પોલીસે ઝડપી પાડી, ટ્રકચાલક ફરાર
છોટાઉદેપુરમાં રૂ. 4.60 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રકને પોલીસે ઝડપી પાડી, ટ્રકચાલક ફરાર

By

Published : Jan 11, 2021, 12:54 PM IST

  • છોટાઉદેપુરમાં ક્વાંટ તાલુકાના ડોન બોસ્કો ચોકડી પાસેથી વિદેશી દારૂ ઝડપાયો
  • વડોદરા રેન્જ આર આર સેલ અને છોટા ઉદેપુરની એલસીબીનું સંયુક્ત ઓપરેશન
  • પોલીસે પકડેલા ટ્રકમાંથી રૂ. 4.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

છોટા ઉદેપુરઃ જિલ્લાના ક્વાંટ તાલુકાના ડોન બોસ્કો ચોકડી પાસે વડોદરા રેન્જ આર આર સેલ અને છોટા ઉદેપુરની એલસીબી તેમ જ સ્થાનિક પોલીસ સંયુક્ત ઓપરેશનમાં હતી. આ બંને ટીમે અહીંથી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે પકડેલી આ ટ્રકમાંથી રૂ. 4 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે અહીં વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ડોન બોસ્કો ચોકડી પાસે પોલીસે નાકાબંધી કરી વિદેશી દારૂ લઈને આવતી ટ્રકને પકડી પાડી હતી. જોકે, પોલીસને જોતા ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.

પોલીસે કુલ નવ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે પકડેલી ટ્રકમાં તપાસ કરતા પ્લાસ્ટિકના નીચે બોક્સની થપ્પીઓ મારેલી મળી આવી હતી, જે પોતાના બોક્સ ખોલી જોતા પોલીસને તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી આરઆર સેલ તેમ જ છોટાઉદેપુર જિલ્લા એલસીબી અને સ્થાનિક પોલીસનું ઓપરેશન સફળ રહ્યું હતું. પોલીસે કુલ નવ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલો દારૂ કોનો છે અને ક્યાં પહોંચાડવાનો છે તે અંગે તપાસ શરૂ
પોલીસે ટ્રકમાંથી રૂ. 4.60 લાખનો દારૂ અને રૂ. 5 લાખની ટ્રક એમ કુલ નવ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ જતા આ દારૂ કોનો છે અને કોને પહોંચાડવાનો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details