ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પોલીસ કમિશ્નર દ્વારા બોર્ડની પરીક્ષાને લઇને આપ્યો મહત્વનો આદેશ - Important order regarding the examination of the board by the Surat Police Commissioner

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થઇ રહી છે. સુરતમાં પરીક્ષા આપવા માટે હજારો વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી પરીક્ષા કેન્દ્ર પર જશે. તે દરમિયાન વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ટ્રાફિકમાં અટવાઈ નહીં તથા ટ્રાફિક પોલીસ દ્વારા તેમને કોઇ હેરાનગતિ ન થાય તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ દ્વારા મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે.

surat
ગુજરાત

By

Published : Mar 4, 2020, 7:27 PM IST

સુરત : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 5 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઇ રહી છે. જે અંતર્ગત આર.બી.બ્રહ્મભટ્ટ દ્વારા ટ્રાફિક પોલીસને સુચના આપવામાં આવી છે કે, પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને અટકાવવા નહીં તથા જો તેઓ ટ્રાફિકમાં ફસાઈ તો તેમની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી આપવી. આ સાથે જ જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાયો હશે અને તેને મદદની જરૂર હશે તો સ્થળ પર હાજર પોલીસ અથવા સ્થાનિક પોલીસની મદદ મેળવી શકે છે.

સુરત પોલીસ કમિશ્નર દ્વારા બોર્ડની પરીક્ષાને લઇને મહત્વનો આદેશ

આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પણ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે મદદ માગી શકે છે. જે કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાયા હશે તેમને સ્થાનિક પોલીસ દ્વારા કેન્દ્ર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પોલીસ વાહન દ્વારા કરી આપવામાં આવશે. આ સાથે જ સુરતના તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. તેમજ જ્યાં વિદ્યાર્થીઓની ઉત્તરવહી રહેવાની છે. તેવા સ્ટ્રોંગ રૂમ ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

શહેર પોલીસ કમિશ્નરે વિદ્યાર્થીઓને ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેવી શુભેચ્છા આપી છે. આ સાથે જ કહ્યું છે કે, ધોરણ 12 અને 10ની પરીક્ષા એ જીવનની કોઈ અંતિમ પરીક્ષા નથી. જેથી પેપર કેવા ગયા છે. તેવી ચિંતા કરી માનસિક દબાણ રાખવું નહીં.

ABOUT THE AUTHOR

...view details