ગુજરાત

gujarat

ETV Bharat / state

દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં કુદરતી કહેરથી પોંગલની ખરીદી પર અસર : સુરત કાપડ વેપારીઓને કરોડના નુકસાનની ચિંતા - ફેડરેશન ઓફ ટેક્સટાઇલ્સ ટ્રેડર્સ

દિવાળી પછી લગ્નસરાની અને પોંગલ તહેવાર(Pongal festival)ની ખરીદી નીકળવાની અપેક્ષા રાખનારા કાપડ બજારના વેપારીઓ માટે દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં કુદરતના કહેરથી ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે. કાપડ બજારમાં વેપારીઓને વર્ષ દરમ્યાન સૌથી વધુ લાભ લગ્નસરા અને પોંગલની સિઝનમાં થતું હોય છે. દિવાળી પછી આવતા તહેવાર પોંગલ તથા લગ્નસરાની નવી સિઝનની તૈયારીઓ વેપારીઓ શરૂ કરી હતી. પરંતુ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના (Heavy rains in many districts of South India)કારણે પરિસ્થિતિ બગડતા વેપારીઓ ચિંતામાં છે.

દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં કુદરતી કહેરથી પોંગલ ની ખરીદી પર અસર :  સુરત કાપડ વેપારીઓને કરોડના નુકશાનની ચિંતા
દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં કુદરતી કહેરથી પોંગલ ની ખરીદી પર અસર : સુરત કાપડ વેપારીઓને કરોડના નુકશાનની ચિંતા

By

Published : Nov 16, 2021, 3:57 PM IST

  • દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં કુદરતના કહેરથી ચિંતાનું મોજુ
  • ભારે વરસાદ ના કારણે નવી સીઝનનો લાભ ગુમાવવાનો ડર વેપારીઓમાં દેખાયો
  • સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી પોંગલની ખરીદી 1500 કરોડ રૂપિયાની

સુરત :દિવાળી પછી લગ્નસરાની અને પોંગલ તહેવારની (Pongal festival)ખરીદી નીકળવાની અપેક્ષા રાખનારા કાપડ બજારના વેપારીઓ માટે દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં કુદરતના કહેરથી(Natural disasters in many districts of South India) ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે. કાપડ બજારમાં હજુ ઓર્ડર સપ્લાયનું કામ શરૂ થયું છે, કે દક્ષિણ ભારતમાં ભારે વરસાદના( Heavy rains in South India)કારણે વરેલી તારાજીથી નવી સીઝનનો લાભ ગુમાવવાનો ડર વેપારીઓમાં જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદના કારણે પોંગલની ખરીદીમાં 150 કરોડ રૂપિયાનો વેપાર અસરગ્રસ્ત થતાં વેપારીઓ ચિંતામાં છે.

દક્ષિણ ભારતનો ખાસ પર્વ પોંગલની ખરીદી કરોડો રૂપિયાની

સુરતમાં લાભપાંચમથી ટેક્સ્ટાઇલ માર્કેટમાં(Textile market) લગ્નસરા અને ખાસ કરીને દક્ષિણ ભારતનો ખાસ પર્વ પોંગલની (Pongal, a special festival of South India)ખરીદી કરોડો રૂપિયાની હોય છે. દર વર્ષે સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી પોંગલની ખરીદી 1500 કરોડ રૂપિયાની થતી હોય છે. કાપડ બજારમાં વેપારીઓને વર્ષ દરમ્યાન સૌથી વધુ લાભ લગ્નસરા અને પોંગલની સિઝનમાં થતું હોય છે. દિવાળી પછી આવતા તહેવાર પોંગલ તથા લગ્નસરાની નવી સિઝનની તૈયારીઓ વેપારીઓ શરૂ કરી હતી. પરંતુ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બગડતા વેપારીઓ ચિંતામાં છે.

કાપડ વેપારીઓને કરોડના નુકસાનની ચિંતા

નુકસાનનો આંક પણ વધવાની શક્યતા

ફેડરેશન ઓફ ટેક્સટાઇલ્સ ટ્રેડર્સ (Federation of Textiles Traders)એસોસિએશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ(Director Ranganath Sharda) જણાવ્યું હતું કે, કેરળ અને તમિલનાડુ આ બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે કાપડ વેપારીઓ ની ચિંતા વધી છે, કારણકે પોંગલ ના પર્વને લઈને અત્યારથી કાપડ વેપારીઓ તૈયારી શરૂ કરી દીધી હતી. તેમજ કેટલાક પાર્સલ રવાના પણ કરી દીધા હતા, જો કે જે રીતે ભારે વરસાદના કારણે ત્યાં પરિસ્થિતિ બગડી છે, તેના કારણે કાપડ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે. કુલ મળી દોઢસો કરોડનો વેપાર અસરગ્રસ્ત થયો છે. જો આ જ રીતની પરિસ્થિતિ રહેશે તો નુકસાનનો આંક પણ વધવાની શક્યતા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, શહેરના કુલ 14 સ્થળોએ દરોડા
આ પણ વાંચોઃહારીજમાં તાલિબાની સજાની ઘટનામાં 35 વિરુદ્ધ દાખલ કરાઇ ફરિયાદ, સગીરાને સરકાર તરફથી મળશે 4થી 7 લાખની સહાય

ABOUT THE AUTHOR

...view details