સુરત: જિલ્લાના તાપી તટ વિસ્તારના પ્રતિબંધિત વિસ્તાર માંથી તેમજ ગેર કાયદેસર રેતી (Illegal sand mining caught from Karajan village) ઉલેચતા ખનિજ માફિયાઓ ભૂસ્તર વિભાગના અધિકારીઓને પણ ગાંઠતા નથી.ભૂસ્તર વિભાગના અધિકારીઓ પણ ગેર કાયદેસર રેતી ઉલેચતા ખનિજ માફિયયાને અંકુશમાં રાખવા ડ્રોન સર્વેલન્સ સહિતની ટેકનીકલ પદ્ધતિથી ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃતિ અટકાવવા કમર કસી રહ્યા છે.ત્યારે ભૂસ્તર વિભાગના અધિકારીઓ મેદાનમાં આવતા ભૂમાફિયોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
ગેર કાયદેસર રેતી ખનન:થોડા દિવસ પહેલા જ સુરત જિલ્લાના મહુવા ગામ તેમજ કામરેજ તાલુકાના ઘલા ગામેથી ભૂસ્તર વિભાગે ગેર કાયદેસર રેતી ખનન કરતા રેતી ઉલેચતા સાધનો સહિત રૂપિયા ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ત્યારે કામરેજ તાલુકાના કરજણ ગામના તાપી નદી કિનારે ભૂસ્તર વિભાગના અધિકારીએ રેઇડ કરી હતી.ભૂસ્તર વિભાગ સહિત ફાયર ફાઇટરોના કાફલા સહિતની રેઇડને ગેરકાયદેસર રેતી ઉલેચતા ખનિજ માફિયાઓમાં નાસ ભાગ મચી જવા પામી હતી.