ગુજરાત

gujarat

ETV Bharat / state

Prenatal Testing In Surat: કૂખમાં પુત્રીઓની હત્યાનો ઘટસ્ફોટ, બે મહિલા ડોક્ટરની ધરપકડ - ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ

સુરત શહેરની કેટલીક હોસ્પિટલોમાં કૂખમાં પુત્રીઓની હત્યાનો (Prenatal Testing In Surat)ઘટસ્ફોટ થયો છે. મીડિયા દ્વારા જાણકારી મળતા જ, સુરત મહાનગર પાલિકાના(Surat Municipal Corporation )અધિકારીઓ મોડી રાત્રે બે ક્લિનિકો પર ત્રાટક્યા હતા. બે ડોક્ટર પૈકી એક પોતે તબીબ હોવાનું કહેતા તેની પાસે ડિગ્રી પણ અપૂરતી મળી આવી હતી.

Illegal fetal testing in Surat: સુરતમાં કૂખમાં પુત્રીઓની હત્યાનો ઘટસ્ફોટ, બે મહિલા ડોક્ટરની ધરપકડ
Illegal fetal testing in Surat: સુરતમાં કૂખમાં પુત્રીઓની હત્યાનો ઘટસ્ફોટ, બે મહિલા ડોક્ટરની ધરપકડ

By

Published : Mar 30, 2022, 12:47 PM IST

સુરતઃશહેરના પાંડેસરામાં રૂપિયા લઈ ગેરકાયદેસર રીતે ગર્ભ પરિક્ષણ (Prenatal Testing In Surat ) થતું હોવાનું બહાર આવ્યા બાદ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારાદરોડાની કામગીરી કરાઈ હતી. જો કે કોઈ અઘટિત વસ્તુ મળી ન હતી. પરંતુ બીએએમએસ ડોક્ટર કે જેઓનું રજીસ્ટ્રેશન ન હોય તેઓ સામે પગલાં લેવાયા હતાં. શ્રી જલારામ પોલીક્લીનીક એન્ડ ઈસુ સાર્વજનિક નર્સિંગ હોમ ટ્રસ્ટ તેમજ લવલી ક્લિનિક પ્રસુતિ ગૃહની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. આ હોસ્પિટલો માતા-પિતાની મિલીભગતથી ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય કરી રહી હોવાનું મીડિયાના માધ્યમથી અધિકારીઓને ખબર પડી હતી એટલું જ નહિ અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આ હોસ્પિટલ માટે આવા એજન્ટો પણ કમિશન લે છે જેઓ માતા-પિતાને ગર્ભ પરીક્ષણ માટે તેમના હોસ્પિટલ લઈને આવતા હતા.

પિતાનો સંપર્ક કરીને સોદો કરે -આ હોસ્પિટલમાં લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીની હત્યા કરીને ફેંકવા(Fetal test at Surat Pandesara)માટે અલગ અલગ ચાર્જ વસુલવામાં આવતો હતો. હોસ્પિટલમાં એક ટીમ પણ કામ કરે છે, જે પુત્રીઓને ના રાખવા માંગતા ભાવિ માતા-પિતાનો સંપર્ક કરીને સોદો કરે છે. ડૉક્ટરના એજન્ટો પણ કમિશન લઈને આ ગોરખધંધામાં સંડોવાયેલા છે. એજન્ટો પુત્રીના ઇચ્છતા અને ગર્ભ પરીક્ષણ કરાવવા માંગતા લોકોને શોધે છે. પાંડેસરા વિસ્તારમાં મોટા ભાગે પરપ્રાંતીઓ રહેતા હોય છે એજન્ટ તો આવા માતા પિતાની શોધ કરતા હતા કે જેઓ મોટા ભાગે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો છે અને તેમને દીકરી નથી જોઈતી.

આ પણ વાંચોઃસુરેન્દ્રનગરમાં ગર્ભ પરિક્ષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પોલીસે ડૉકટરની કરી ધરપકડ

એજન્ટ તો આવા માતા પિતાની શોધ કરતા -કોઇને સંતાનમાં પુત્રીની ઈચ્છા નથી તો ગર્ભ પરીક્ષણથી લઇને ગર્ભપાત કરાવવા સુધીની જવાબદારી હોસ્પિટલ લઇ લેતી હતી. આ ટીમ ગર્ભ પરીક્ષણ કરાવવા ગર્ભપાત પણ કરાવે છે તેમજ ભ્રૂણને ફેંકવાનું પણ કૃત્ય આચરે છે. જે માહિતી મળતા ની સાથે જ ઉધના ઝોનના અધિકારીઓ આ ક્લિનિક પર ત્રાટક્યા હતા. જયા થી બે મહિલાઓ મળી આવતા તેને પાંડેસરા પોલીસ મથકે લઈ જવાઈ હતી. આ બન્ને પૈકી એક પોતે તબીબ હોવાનું કહેતા તેની પાસેની ડિગ્રી પણ અપૂરતી મળી (Surat Pandesara Police)આવી હતી. હાલ પાંડેસરા પોલીસે બન્ને મહિલાઓની કડક પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચોઃIllegal Fetal Testing in Rajkot : રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કૌભાંડનો પર્દાફાશ, 2ની ધરપકડ

પાલિકાની ટીમ દ્વારા તપાસ કરાઈ -પાંડેસરામાં આવેલી એક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતું હોવાનું બહાર આવતા સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં કોઈ અઘટિત વસ્તુ મળી ન હતી. સોનોગ્રાફી સહિતના મશીનો ન મળ્યા હતા. જો કે ત્યાં ફરજ પરના એક તબીબ કે જેઓ બીએએમએસ છે અને ગુજરાત મેડિકલ એસોસિએશનમાં તેઓની નોંધણી ન હોય જેને લઈ તેઓ તથા અન્ય આ જ વિસ્તારના એક તબીબ સામે તપાસ કરવા પોલીસમાં ફરિયાદ કરી હોવાનું મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.બે દિવસ અગાઉ સુરતમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતું હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી.

ABOUT THE AUTHOR

...view details