- સુરત મહાનગરપાલિકાએ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી 2021 મંજૂરી આપી છે
- સુરત મહાનગરપાલિકા સુરતને પ્રદુષણ મુક્ત કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો ભારે
- મોલ, શોપિંગ સેન્ટર અને સિનેમા થિયેટર જેવા સ્થળો પર લોકોને ચાર્જિંગ સેન્ટરની સુવિધા મળી રહેશે
સુરત : જો તમે સુરતમાં રહેતા હો અને આવનાર દિવસોમાં પેટ્રોલ-ડીઝલના વાહનો ખરીદવાનો વિચાર કરી રહ્યા છો. તો થોભી જજો.! કારણ કે, સુરત મહાનગરપાલિકા શહેરને પ્રદુષણ મુક્ત કરવા માટે ઇલેક્ટ્રિક વાહનો પર ઓફર(electric vehicles in Gujarat) આપી રહી છે. એ સાંભળીને ચકિત થઈ જશો અને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે મજબૂર થઈ જશો. દેશમાં પ્રથમ ઇલેક્ટ્રિક વાહન પોલીસી લાવનાર સુરત મનપા હવે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવા માટે અનેક સ્કીમો(Ev vehicles in offers) શહેરાના લોકોને આપી રહી છે. જેમાં ટેક્સમાં રાહત, પે એન્ડ પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વાહન, નિશુલ્ક વાહન પાર્ક, આ શોપિંગ સેન્ટર અને સિનેમા થિયેટર જેવા સ્થળો પર લોકોને ચાર્જિંગ સેન્ટરની(ev vehicle charging station in gujarat) સુવિધા મળી રહેશે.
જે લોકો ઇલેક્ટ્રિક વાહનો વાપરશે તેને મહાનગરપાલિકા અનેક સુવિધાઓ આપશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં આવેલા દરેક શહેરમાં સૌ પ્રથમવાર સુરત મહાનગરપાલિકાએ ઇલેક્ટ્રિક વ્હીકલ(smc offers to eu Vehicles) પોલીસી 2021 મંજૂરી માટે સામાન્ય સભામાં આવી રહી છે. આપને જણાવતા આનંદ થશે કે અમારી પાસે RTOના રિપોર્ટ છે તે રિપોર્ટના આધારે 1970ની અંદર 14,538ની જે સંખ્યા સુરત શહેરની હતી. તે ડિસેમ્બર 2021ના રોજ આંકડો 3300575 તરફ જઈ રહ્યો છે.
150 ચાર્જિંગ સ્ટેશન અમે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપ શરૂ થશે
ચેરમેન પરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાએ અનેક સવલતો સુરત શહેરના નગરજનોને મળે એવી વ્યવસ્થા પર ધ્યાન આપી રહ્યા છે. અત્યારે 500 જેટલા ચાર્જિંગ સ્ટેશનો સુરત(electric vehicle Charging stations Surat)શહેરમાં બનાવવા જઈ રહ્યા છે. એમાંથી પહેલા 50 ચાર્જિંગ સ્ટેશન(ev vehicle charging system) માટે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તેમને ગ્રાન્ડ પડી ચૂકી છે. અને એ ફેઝ માટેનું ટેન્ડર પ્રોસેસ અત્યારે ફ્લોટ છે. ટેન્ટર આધારે અમે 50 જેટલા ચાર્જિંગ સ્ટેશનથી શરૂઆતમાં શરૂ કરીશું. જેટલા પ્લાન કરી રહ્યા છે તે પ્રાઈવેટ પાર્ટનરશીપ કરીને 500 સેન્ટરોનો પ્લાનની વિચારણા થઈ રહી છે. 150 ચાર્જિંગ સ્ટેશન અમે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપથી શરૂ કરીશું. બાકી જે 150 સ્ટેશન રહે છે.