- સુરતમાં વિદ્યાર્થીઓએ બનાવ્યું ખૂબસૂરત આર્ટ વર્ક
- 2020ની ઘટનાઓને લઇને બનાવ્યું આર્ટવર્ક
- 15 દિવસની મહેનતથી તૈયાર કર્યું આર્ટવર્ક
સુરતઃ સુરતમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનિંગ ટેકનોલોજીના ફસ્ટયરના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ 2020માં ઘટેલી તમામ ઘટનાઓને આવરીને એક આર્ટવર્ક બનાવવામાં આવ્યું છે. આ આર્ટવર્ક બનાવવામાં 6 વિદ્યાર્થીઓએ 15 દિવસ સુધી મહેનત કરી હતી. આર્ટવર્ક બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આવનારી પેઢીને આ વર્ષમાં જે કાંઈ પણ ઘટ્યું તેની માહિતી અને જાણકારી મળી રહે.