બારડોલીસુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા ખાતે કેસરી નંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલ કોમ્પલેક્સમાં રાત્રિના 2.10 વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં આવેલા તસ્કરોએ માત્ર પાંચથી સાત મિનિટમાં ગૅસ કટરથી IDBI બેન્કનુંATMમશીન કાપી અંદરથી 17.70 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી ( IDBI ATM Theft in Palsana ) જતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને પલસાણા પોલીસ ( Palsana Police ) સાથે સમગ્ર જિલ્લાની પોલીસ ( Police Investigation find CCTV Clue ) દોડતી થઈ ગઈ છે.
મંગળવારે જ કેશ અપલોડ કરવામાં આવી હતી સ્થળ પરથી મળતી માહિતી અનુસાર પલસાણા ચાર રસ્તા પર કેસરીનંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં પહેલા માળે IDBI બેન્કની શાખા આવેલી છે અને નીચે જ ATM મશીન આવેલું છે. આ મશીનમાં મંગળવારના રોજ જ કેશ લોડ કરવામાં આવી હતી. બુધવારે મળસ્કે સવા બે વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં ચારથી પાંચ તસ્કરો બે ગૅસ કટર મશીન લઈને IDBI બેન્કના એટીએમમાંપ પ્રવેશે છે અને ગણતરીની મિનિટોમાં ATM મશીન ગૅસ કટર વડે કાપી તેમાંથી 17.70 લાખ રૂપિયા રોકડા ચોરી ( IDBI ATM Theft in Palsana ) કરી નાસી છૂટે છે. અંદાજિત 5 થી 7 મિનિટની અંદર સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને મોટી રકમ ચોરી કરી ( Surat Crime News ) પલાયન થઈ ગયા હતા.
LCB - SOG સહિતની ટીમ તપાસમાં જોતરાયા વહેલી સવારે કોમ્પ્લેક્સમાં લોકોની અવરજવર વધતાં ચોરીની ( IDBI ATM Theft in Palsana ) ઘટનાની જાણ થઈ હતી. ઘટના અંગે જાણ થતાં પલસાણા પોલીસ ( Palsana Police )તેમજ જિલ્લા LCB અને SOGની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ અંગે બેન્ક મેનેજરની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાય હોવાનું જાણવા મળે છે.