ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં પ્રથમવાર યોજાશે આંતરરાષ્ટ્રીય ટી-20 મહિલા ક્રિકેટ મેચ - દક્ષિણ આફ્રિકા

સુરતઃ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે રાહ જોવાતી હતી. જેની આતુરતાનો આખરે અંત આવ્યો છે. BCCI દ્વારા સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમને ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડનો દરજ્જો આપ્યો છે. જેથી, સુરતીઓમાં ખુશીની લાગણી પ્રવર્તી છે. સાથો સાથ આગામી સમયમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મેચ પણ યોજાનાર છે.

womens cricket match

By

Published : Aug 17, 2019, 7:38 PM IST

Updated : Aug 17, 2019, 11:44 PM IST

24મી સપ્ટેમ્બરથી શહેરના લાલભાઈ સ્ટેડિયમ પર ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ ટી-20ની શરૂઆત થનાર છે. જેને લઇને સુરત માટે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ મેચ સાથે સુરતમાં ટીમ ઇન્ડિયાના વિરાટ સહિતના ખેલાડીઓ પણ ક્રિક્રેટ રમતા જોવા મળે તે રસ્તો ખુલ્યો છે. અલબત્ત, તેના માટે એસડીસીએ ઘણી લોબિંગ કરવાની જરૂરિયાત છે. મોટાભાગની મેચ ડે-નાઇટ રહે એવી સંભાવના છે.

સુરતમાં પ્રથમવાર યોજાશે આંતરરાષ્ટ્રીય ટી-20 મહિલા ક્રિકેટ મેચ

સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચે પાંચ દિવસ સુધી સુરતમાં આ ક્રિકેટ સિરીઝ ચાલવાની છે. ત્યારે, સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લાલભાઇ ક્રિકેટ સ્ટેડિયમની માહિતી મુજબ ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ 16મી સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ બે પ્રેક્ટિસ મેચ રમી 25મી સપ્ટેમ્બરથી પાંચ ટી-ટવેન્ટી મેચની શરૂઆત કરશે. આ મેચો 25, 27, 30 સપ્ટેમ્બર અને 3જી તથા 5મી ઓકટોબરના રોજ રમાશે.

Last Updated : Aug 17, 2019, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details