ગુજરાત

gujarat

ETV Bharat / state

પુત્રીના જન્મથી નારાજ પતિએ પત્નીને માર મારી તલાક આપવા કર્યુ દબાણ - સુરત પોલીસ કમિશ્નર

સુરતઃ દિકરીને જન્મ આપનાર મહિલાને ઢોર માર મારીને ઘરની બહાર ધકેલવામાં આવી હતી. પતિ સહિત સારીયાવાળા મહિલાને શારિરીક અને માનસિક ત્રાસ આપી તેને તલાક આપવા માટે દબાણ કરે છે. જેથી ઘરેલૂં હિંસાથી ત્રસ્ત મહિલા પોલીસ કમીશ્નરને અરજી કરી મદદ માગી રહી છે.

ETV BHARAT

By

Published : Sep 7, 2019, 9:34 PM IST

હાથમાં અરજી અને બે માસની બાળકી સાથે ભાઠેના વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતા સુરત પોલીસ કમિશ્નર કચેરી પહોંચી હતી. પુત્રની આશા રાખનાર પતિ અને સાસરિયા પક્ષના લોકોએ તેને ઘરમાં લેવાની ના પાડી દીધી છે. જ્યારથી તે ગર્ભવતી હતી ત્યારથી પીડિતા પોતાની માતા ના ઘરે રહે છે. પુત્રીના જન્મથી નારાજ પતિએ તેને ઘરે આવી ઢોર માર માર્યો હતો.

પુત્રીના જન્મથી નારાજ પતિએ પત્નીને માર મારી તલાક આપવા કર્યુ દબાણ

લગ્નને બે વર્ષ થઈ ચૂક્યા છે અને મહિલાએ પતિ પર આરોપ મુક્યા છે કે, તેને લગ્નના બે વર્ષ દરમિયાન અનેકવાર માર મરાયો હતો. ઘરમાં તાળા મારીને ગોંધી રાખવામાં આવતી હતી. દહેજ માટે દોઢ લાખ બદલે તલાક આપી દેવાની પણ પતિ નાજીમ શેખ દ્વારા અપાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, બે મહિનાની દીકરી સાથે પીડિતાના શરીર પરથી મારના નિશાન મળી આવ્યા હતાં. પરિણીતાનો પતિ નાજીમ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. સાસુ, જેઠાણી અને નણંદ અને પતિ તમામ મારતા હોવાનો આરોપ મુક્યો હતો. હાલ મહિલાએ ન્યાય મેળવવા માટે પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરી છે. આ અંગે સુરત પોલીસના PRO ACP પી.આર.ચૌધરીએ ટેલિફોનિક સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અરજી મળી છે. મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના આધારે તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details