ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત માનવ તસ્કરી કૌભાંડ અને નોબલ પુરસ્કાર વિજેતા સત્યાર્થીના NGOની ભૂમિકા - રાજસ્થાનથી માનવ તસ્કરી

ન્યૂઝ ડેસ્કઃ રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા બાળકોના રેકેટનો પર્દાફાશ થયો છે, ત્યારે આ રેકેટનો પર્દાફાશ કરવામાં નોબલ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીના NGO બચપન બચાવો આંદોલન (BBA)ની ભૂમિકા આગવી રહી હતી. જેમાં બચપન બચાવો આંદોલન (BBA) દ્વારા સૌપ્રથમ તપાસ કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનના બાળકોની તસ્કરી કરીને ગુજરાતમાં લવાઈ રહ્યાં છે. તે વાતનો ખુલાસો થયો હતો.

સુરત માનવ તસ્કરી કૌંભાડ અને નોબલ પુરસ્કાર વિજેતા સત્યાર્થીના NGOની ભૂમિકા
સુરત માનવ તસ્કરી કૌંભાડ અને નોબલ પુરસ્કાર વિજેતા સત્યાર્થીના NGOની ભૂમિકા

By

Published : Dec 29, 2019, 7:00 PM IST

બચપન બચાવો આંદોલન (BBA) સંસ્થાએ રાજસ્થાન પોલીસ, રાજસ્થાન બાળ અધિકાર બીજી એક સંસ્થા સાથે મળીને 10 દિવસ સુધી રેકી કરી હતી, ત્યારબાદ રાજસ્થાન પોલીસ, સુરત પોલીસ, ચાઈલ્ડ કમિશન દ્વારા બાળમજૂરી માટે લાવવામાં બાળકોને મૂક્ત કરાવ્યા હતા. મહત્વનું છે કે, બચપન બચાવ આંદોલન સંસ્થા 144 દેશના 83 હજારથી વધુ બાળકોના હક્ક માટે લડત આપી રહી છે. આ સંસ્થાના ફાઉન્ડર કેલાશ સત્યાર્થી છે. જેમણે નોબલ શાંતિ પુરસ્કાર મેળ્યો છે.

કેલાશ સત્યાર્થી અને બચપન બચાવો આંદોલન

65 વર્ષીય કેલાશ સત્યાર્થી બાળકોના હક્કો માટે લડી રહ્યાં છે. દુનિયાના 144 દેશના 83 હજારથી વધુ બાળકોના હક્ક માટે લડત આપી છે. બાળ મજૂરી સામે વૈશ્વિક લડત માટે 1980માં 'બચપન બચાઓ આંદોલન' નામની સંસ્થા સ્થાપી હતી. જ્યાં બાળકો શોષણથી દૂર રહે અને સારું ભણતર મેળવી શકે એ માટે પ્રયાસ કરવામાં આવે છે. બચપન બચાવ આંદોલન સંસ્થાએ 144 દેશના બાળકોના હક્કો માટે લડત આપી છે. આ સંસ્થા બાળકોની થતી તસ્કરી સામે લડત આપે છે અને બાળકોને મૂક્ત કરાવી આરોપીઓને પોલીસ સમક્ષ લઈ જાય છે.

ABOUT THE AUTHOR

...view details