મહાડીક પ્રદીપ ભગવાનભાઈનું 94.71 ટકા પરિણામ સુરત : ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આજે પરિણામ જાહેર થયેલા પરિણામમાં શાકભાજી વિક્રેતાના પુત્રએ બાજી મારી છે. મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરતમાં રહેતા ભગવાનભાઈ શાકભાજીનું વેચાણ કરે છે. તેમના પુત્ર પ્રદીપે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 94.71 ટકા માર્ક્સ મેળવ્યા છે. પ્રદીપે ધોરણ 10ના પરિણામ બાદ ગુજરાતી મીડિયમની શાળામાં ભણવાનું નક્કી કર્યું હતું.
સારા પરિણામ માટે માધ્યમ બદલ્યું:સુરત શહેરમાં શાકભાજી વિક્રેતાના પુત્રએ અન્ય વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દાખલો બેસાડયો છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. ત્યારે મહાડીક પ્રદીપ ભગવાનભાઈએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં A-1 ગ્રેડ મેળવી પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. પ્રદીપ મૂળ મહારાષ્ટ્રીયન સમાજનો છે અને મધ્યપ્રદેશમાં પરિવાર રહે છે. પરંતુ ઘણા વર્ષોથી તેઓ સુરત આવીને રહે છે.પ્રદીપ અગાઉ હિન્દી મીડિયમની શાળામાં ભણતો હતો. ધોરણ 10 સુધી હિન્દી મીડિયમની શાળામાં ભણતર પૂર્ણ કર્યું છે. હિન્દી મીડિયમ શાળામાં ભણી ધોરણ 10માં 86 ટકા માર્ક્સ મેળવ્યા હતાં. પરંતુ તેને એ વન ગ્રેડ મેળવવો હતો જેથી હિન્દી મીડિયમમાંથી ગુજરાતી મીડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો અને પરીક્ષામાં સારા પરિણામ માટે તનતોડ મહેનત કરી હતી.
અગાઉ હિન્દી મીડિયમનો વિદ્યાર્થી હતો. વિચાર આવ્યો કે સારા માર્ક્સ મેળવ્યા ગુજરાતી મીડિયમમાં પ્રવેશ જરૂરી લાગ્યો જેથી ધોરણ 10 બાદ ગુજરાતી મીડિયમમાં પ્રવેશ મેળવ્યો અને ખૂબ જ મહેનત કરી. શાળા તરફથી પણ મને ખૂબ જ સપોર્ટ મળતો રહ્યો. હું મહારાષ્ટ્રીયન છું પરંતુ મારો પરિવાર મધ્યપ્રદેશમાં રહે છે. ઘણા વર્ષોથી અમે સુરત રહેવા આવી ગયા છીએ મારા પિતા શાકભાજી વિક્રેતા છે અને તેઓ મારી માટે ખૂબ જ મહેનત કરે છે...પ્રદીપ મહાડીક (વિદ્યાર્થી)
આર્થિક સ્થિતિ સારી નહોતી : પ્રદીપે વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતા બીએ સુધી ભણ્યા છે. પરંતુ તે સમયે પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. જેથી મારા પિતાએ નોકરી નહીં કરી શાકભાજી વેચવાનો વિચાર્યું હતું. તેમની પાસે માત્ર તે જ વિકલ્પ હતો. તેઓએ અમારી માટે ખૂબ જ મહેનત કરી છે જ્યારે હું પગ ભર થઈશ ત્યારે મારા પિતાને કોઈપણ કામ કરવા દઈશ નહીં. હું બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાવા માગું છું.
- HSC Result 2023 : પેપર બાકી હતાને પિતાને રમતા રમતા હાર્ટ એટેક આવ્યો, દીકરીએ રિઝલ્ટમાં મારી સિક્સ
- GSEB HSC 12th Result 2023: ધોરણ 12 સમાન્ય પ્રવાહનું કચ્છ જિલ્લાનું રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ, જાણો કારણ
- ઈકોનોમિકસે વિધાર્થીઓને હેરાન કર્યા: વર્ષ 2022 કરતા 2023માં 13.64 ટકા પરિણામ ઘટ્યું