સુરત:સુરત શહેરમાં ઉતરાયણના દિવસે જ સચીન વિસ્તારમાં એક અજાણ્યા કારચાલક દ્વારા એક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થઈ જવાની ઘટના સામે આવી છે. સચીન વિસ્તારમાં આવેલ સાલમ બોર્ડ પાસે આવેલ ચાર રસ્તા પાસે આજે સાવરે 10:00 વાગ્યાની આસપાસ 27 વર્ષીય ક્રિષ્ના સિંગ જેઓ પોતાના પરિવાર જોડે પતંગ ચગાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે અજાણીયા કાર ચાલકે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પરિવાર શોકમાં ગરકાવ: જોકે આ ઘટના બનતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જો કે યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. અડફેટે લેનાર કારચાલક પણ ભાગ્યો નઈ હતો અને તે પણ ત્યાંજ ઉભો રહ્યો હતો. અડફેટે લેનારને પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે સચિન પોલીસ ના કંટ્રોલરૂમ દ્વારા કહેવામાં આવ્યું કે, આ ઘટના પોલીસ સ્ટેશન પાસે જ બની છે. હાલ ઘટના બનતા જ પોલીસ પણ પહોંચી ગઈ હતી.
બાળકોને લઈને પતંગ ઉડાડવા માટે જઈ રહ્યા હતા:આ બાબતે મૃતક ક્રિષ્નાના મિત્ર દિપકે જણાવ્યું હતું કે આ ઘટના સચિન સાલમ બોર્ડ પાસે બની હતી. યુવક પોતાના બાળકોને લઈને પતંગ ઉડાડવા માટે જઈ રહ્યા હતા અને તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યાં અચાનક જ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લીધો હતો. અમને ત્યાંથી જ એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તમારા સંબંધીનો આ રીતે ઘટના બની ગઈ છે. ફોન આવતા જ તો અમે તરત જ ત્યાં પોહ્ચ્યા હતા. અમે પહોંચ્યા ત્યારે ક્રિષ્ના મૃત્યુ પામ્યો હતો.