ગુલાબના ફૂલનું પાંચ ફૂટનું શિવલિંગ બનાવામાં આવ્યું સુરત:હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જેને લઈ શિવભક્તો મંદિરમાં જઈ દર્શન કરી ધન્યતા મેળવી રહ્યા છે. સુરત જિલ્લામાં વિવિધ આકારના કે રુદ્રાક્ષમા કંડારી શિવલિંગ બનાવેલા જોવા મળે છે. જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ઓલપાડ તાલુકાના સરસગામે આવેલ ઐતિહાસિક એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમા હજારો ભક્તો તેમજ કાવડયાત્રીઓ પગપાળા ઉમટી રહ્યા છે અને દર્શન કરી ધન્યતા મેળવી રહ્યા છે.
ભંડારાનું આયોજન:સુરત ઓલપાડ માર્ગ પર છેલ્લા ઘણા વર્ષથી માસમાં નજીક વિરબાઈ મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા સિદ્ધનાથ મહાદેવ મંદિરે જતા કાવડયાત્રીઓ માટે ભંડારો અને વિશ્રામનું આયોજન કરાય છે. તેની સાથે સાથે દર વર્ષે વિવિધ કલાકૃતિઓના શિવલિંગ બનાવી રહ્યા છે. આ વર્ષે પણ 2100 ગુલાબના ફૂલથી પાંચ ફૂટ ઊંચું શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને શિવ ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
ગુલાબનું શિવલિંગ:આ માર્ગ પરથી પસાર થઈ રહેલા દર્શનાર્થીઓ ગુલાબના શિવલિંગના દર્શન કરી ભંડારામાં ફરાળ કરી થોડો સમય વિશ્રામ કરે છે. બાદમાં ઓલપાડ તાલુકાના સરસ ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે જવા રવાના થાય છે. આ ગુલાબનું શિવલિંગ ભક્તો માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સૌ ભક્તો આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
'શ્રાવણ માસમાં સરસ ગામે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે દૂર દૂરથી શિવ ભકતો પગપાળા ચાલીને આવતા હોય છે. તેઓને કોઈ અગવડતા ન પડે તે માટે ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પ શરૂ કર્યા છે. માસમાં ગામે અમારા ટ્રસ્ટ દ્વારા પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શ્રાવણ માસમાં આ ભંડારા ખાતે થોડા થોડા દિવસે અલગ અલગ ફૂલોના શિવલિંગ બનાવામાં આવે છે.'-ભરતભાઇ, ટ્રસ્ટી, મા ચેરીટેબલ ટ્રસ્ટ
- Somnath Mahadev Temple : પ્રથમ સોમવારે 45 હજાર કરતાં વધુ શિવ ભક્તોએ કર્યા મહાદેવના દર્શન
- Somnath Mahadev Temple : શ્રાવણીયા સોમવારે સોમનાથ મહાદેવની કાઢવામાં આવી પાલખીયાત્રા