સુરત:ખાવાના શોખીન સુરતીઓ પોતાના આગવા મીજાજમાં તહેવારોની ઉજવણી કરવા માટે પણ દેશ-દુનિયામાં નામના ધરાવે છે, ત્યારે કોરોનાના કહેર બાદ સતત બીજા વર્ષે સુરતીઓમાં હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણીમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ વર્ષે માર્કેટમાં સ્પાઈડરમેન, પબજી પીચકારી સાથે હર્બલ ગુલાલનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે, ત્યારે મોટા પ્રમાણમાં ખરીદ વેચાણની અપેક્ષા વેપારીઓ કરી રહ્યા છે. તો સુરતીઓ પણ પોતાના સુરતી મીજાજમાં ખાણી-પીણી સાથે ઘર-આંગણે જ પોન્ડ બનાવીને ઉજવણી કરવાની વાત કરી રહ્યા છે.
પોન્ડ બનાવીને કરશે ઉજવણી: આમ તો ખાવા પીવાના મામલામાં રંગીન મીજાજ ધરાવતા સુરતીઓ સામાન્ય રીતે ખુબ જ રંગે-ચંગે આ રંગ પર્વની ઉજવણી કરતા હોય છે, જો કે થોડા સમય માટે આ ઉજવણીને કોરોનાનું ગ્રહણ લાગ્યુ હતું. જો કે, કોરોનાના કહેર બાદ સતત બીજા વર્ષે સુરતીઓ ફરી અસલ સુરતી મીજાજમાં હોળીની ઉજવણી કરવા માટે તૈયાર થઈ ગયા છે, જેમાં ઘણા લોકો પોતાના ઘર આંગણે જ પોન્ડ બનાવીને ઉજવણી કરશે, તો મોટાભાગના સુરતીઓ પોતાના ઘર પરિવાર સાથે ખાવા-પીવાની મીજબાની માણીને આ વર્ષે હોળીની ઉજવણી કરવાની વાત કરી રહ્યા છે.
Holi 2023: હોળી માટે ગોબરની સ્ટીક તૈયાર કરવામાં આવી, નથી ફેલાતું કોઈ પ્રદુષણ